________________
૧૦ : અજ્ઞાનનો અંધકાર ઃ
ભાવદયાનાં પાત્ર કોણ ?
અજ્ઞાન એટલે શું ?
• દુ:ખ અને દોષમાત્રનું કારણ શું ?
104
૭ અજ્ઞાનનો વિપાક :
અજ્ઞાનનો પ્રતાપ :
અજ્ઞાનનો નાશ એ જ સુખનો ઉપાય :
વિષય : દુ:ખ અને દોષનું મુખ્ય કારણ અજ્ઞાન છે; એ અજ્ઞાન અંગેની વિચારણા,
દ્રવ્ય અંધકાર કરતાં ભાવાંધકા૨ કા૨મો હોવાની વાત પૂર્વે કરી ગયા. આ અંધકારનું કારણ અંધતા અને તેનાં કારણો મિથ્યાત્વાદિ છે. જેની વાત આ પૂર્વના પ્રવચનોમાં ક્રમશઃ આગળ વધી હતી. આ પ્રવચનમાં એક બીજા જ કારણની ચર્ચા કરાઈ છે. એ કારણ છે અજ્ઞાન. મિથ્યાત્વવાસિત જનનું જ્ઞાન એ અજ્ઞાન છે. એ અતિ ભયાનક છે, સકળ દુઃખ અને દોષોનું એ નિદાન-કારણ છે. એના વિપાકો, એનો અવળો પ્રતાપ વગેરે બાબતોને અત્રે વિવિધ શાસ્ત્રોના સંદર્ભો ટાંકીને સરળ શૈલીમાં સમજાવવામાં આવી છે. જે વાંચતાં ખરેખર આપણામાં રહેલા અજ્ઞાનને હાંકી કાઢવાનું અને સમ્યજ્ઞાનને મેળવવાનું મન થયા વિના રહે નહિ.
સુવાક્યાતૃત
પરલોકને સુધારનારું જે જ્ઞાન તે સભ્યજ્ઞાન છે; ત્યારે કેવળ આ લોકમાં જ ઉપયોગી અને અપ્રશસ્ત રાગદ્વેષાદિ દોષોને વધારનારું જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે.
અજ્ઞાન એટલે આત્માને સંસારમાં ભટકાવી મારનારી વસ્તુ.
• માત્ર આ લોકમાં જ ઉપયોગી નીવડતા અને આત્માને રાગાદિ દોષોમાં રગદોળી નાખનારા જ્ઞાનનો પ્રચાર એ સમ્યજ્ઞાનનો પ્રચાર નથી પણ અજ્ઞાન કહો કે મિથ્યાજ્ઞાન કહો - એનો જ પ્રચાર છે.
Jain Education International
♦ અજ્ઞાનથી અંધ બનેલો આત્મા, નથી જાણી શકતો કાર્ય કે અકાર્ય : નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય : નથી જાણી શકતો ભક્ષ્ય કે અભક્ષ્ય અને નથી જાણી શકતો પેય કે અપેય. ♦ અજ્ઞાનનો નાશ એ જ એક સાચા સુખનો અનન્ય ઉપાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org