________________
૧૦ : અજ્ઞાનનો અંધકાર :
ભાવદયાનાં પાત્ર કોણ ? –
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા, કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં પડેલાં પ્રાણીઓ, કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યા છે એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના
તિ પાછા અંશા ત વિવાદિયા +++ યુ િ પવે" આ અવયવ દ્વારા સૂત્રકાર પરમર્ષિ ફરમાવી ગયા કે
આ અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીઓ, બે પ્રકારે અંધ છે : એક દ્રવ્યથી અને બીજા ભાવથી. દ્રવ્યથી અંધ તે આત્માઓ કહેવાય છે કે જે આત્માઓ, ચક્ષુથી વિકલ હોય અને ભાવથી અંધ તે આત્માઓ કહેવાય છે કે જે આત્માઓ, વિવેકથી વિકલ હોય : કારણ કે ચક્ષુવિકલતા એ દ્રવ્યઅંધતા છે ત્યારે વિવેકવિકલતા એ ભાવઅંધતા છે : જેમ અંધતા બે પ્રકારની છે તેમ અંધકાર પણ બે પ્રકારનો છે : નરકગતિ આદિમાં જે અંધકાર છે તે દ્રવ્યઅંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ જે અંધકાર છે તે ભાવઅંધકાર છે : કર્મના યોગે સવિવેકથી વિકલ બનેલા આત્માઓ, કર્મવિપાકે જ આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્યઅંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં અટવાયેલા રહેલા છે. આ વસ્તુ શ્રી તીર્થંકરદેવોએ પ્રવેદી છે.'
આથી સ્પષ્ટ છે કે દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા કારમી છે અને દ્રવ્યઅંધકાર કરતાં ભાવઅંધકાર કારમો છે. ભાવઅંધતાના યોગે ભાવઅંધકારમાં આથડી રહેલા આત્માઓ જ ભાવદયાના પાત્ર છે. ભાવઅંધકારરૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય એ કેવા કારમા શત્રુઓ છે અને એ શત્રુઓના પંજામાં ફસાયેલા આત્માઓની કેવી કેવી દુર્દશા થાય છે એ વગેરે આપણે જોઈ આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org