________________
1535
– ૧૦ : અજ્ઞાનનો અંધકાર - 104
૧૧૭.
હવે “અજ્ઞાન' એ શું વસ્તુ છે ? અને એના યોગે આત્માઓની કેવી કેવી દશા થાય છે ? એ જોઈએ. અજ્ઞાન એટલે શું ?
અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ અથવા સમ્યજ્ઞાન સિવાયનું જે જ્ઞાન તે પણ અજ્ઞાન.મિથ્યાત્વ અવસ્થામાં રહેલું જ્ઞાન પણ અજ્ઞાન છે. તુચ્છ જ્ઞાન પણ અજ્ઞાન છે. જ્ઞાનીઓ, સમ્યગ્દષ્ટિ આત્માઓને જ જ્ઞાની તરીકે ઓળખાવે છે ... કારણ કે મિથ્યાષ્ટિઓમાં જે જ્ઞાન હોય છે તે મિથ્યાજ્ઞાન હોય છે. સાચા ખોટાના વિવેક વિનાનું જ્ઞાન એ અજ્ઞાનકોટિનું જ છે. એવા મિથ્યાજ્ઞાનથી આત્માઓનું કદી પણ શ્રેય થતું નથી. પરલોકને સુધારનારું જે જ્ઞાન તે સમ્યજ્ઞાન છે ત્યારે કેવલ આ લોકમાં જ ઉપયોગી અને અપ્રશસ્ત રાગદ્વેષાદિ દોષોને વધારનારું જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે એ જ કારણે ઉપકારી પરમર્ષિઓ ફરમાવે છે કે
રાજેષ મા પ્રવર્તત્તે શરિરી ” “જે જ્ઞાન આ લોકમાં ઉપયોગી છે અને જે જ્ઞાનથી શરીરધારીઓના રાગ અને દ્વેષ આદિ ખૂબ ખૂબ વૃદ્ધિને પામે છે તે સઘળું જ જ્ઞાન મિથ્યાજ્ઞાન છે.”
આ લોકના જ ઉપયોગમાં આવતું અને અપ્રશસ્ત રાગ તથા ઠેષ આદિ દોષોને વધારનારું જે જ્ઞાન, તે મિથ્યાજ્ઞાન હોઈ કારમું અજ્ઞાન છે : એ જ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે –
"सदसदविसेसणाओ, भवहेउ जइच्छिओवलंभाओ ।
નાનામાવાગો, મિચ્છાદિસ ગાઇi Tem” “મિથ્યાષ્ટિ આત્મા, વસ્તુના અસ્તિત્વને અને નાસ્તિત્વને વિશેષણ રહિતપણે એટલે એકાંતે માને છે એ કારણથી : મિથ્યાદૃષ્ટિ આત્મા. પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્મબંધના હેતુભૂત મિથ્યાત્વાદિની સેવામાં કરે છે એ કારણથી : મિથ્યાદૃષ્ટિ આત્માનો સઘળો જ બોધ, પોતાની ઇચ્છા મુજબનો હોય છે પણ સર્વજ્ઞદેવના વચનને પરતંત્ર નથી હોતો એ કારણથી અને મિથ્યાદષ્ટિ આત્મા, જ્ઞાનનું ફળ જે વિરતિ તેને નથી પામી શકતો એ કારણથી તેનું જ્ઞાન એ અજ્ઞાન છે.”
Jain Education International
nal
For Private & Personal Use Only
www.jainelibrary.org