________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯
- ૧૦૭
આ સઘળા વર્ણનથી એ એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે અજ્ઞાન એટલે આત્માને સંસારમાં ભટકાવી મારનારી વસ્તુ. મિથ્યાષ્ટિ આત્માનું જ્ઞાન, એ અજ્ઞાન જ છે કારણ કે એ, આત્માને સંસારથી બચાવી મુક્તિપદે પહોંચાડવામાં સહાયક નથી બનતું. માત્ર આ લોકમાં જ ઉપયોગી નીવડતા અને આત્માને રાગાદિ દોષોમાં રગદોળી નાખનારા જ્ઞાનનો પ્રચાર એ સમજ્ઞાનનો પ્રચાર નથી પણ - અજ્ઞાન કહો કે મિથ્યાજ્ઞાન કહો - એનો જ પ્રચાર છે. અજ્ઞાનના આ સ્વરૂપને સમજવું એ અતિશય આવશ્યક છે : કારણ કે જ્ઞાનીઓ, અજ્ઞાનને જ મહાપાપ તરીકે અને દુઃખનાં કારણ તરીકે ઓળખાવે છે. આથી અજ્ઞાન જેમ આત્માને સંસારમાં ભટકાવી મારનારી વસ્તુ છે તેમ મહાપાપ છે અને દુઃખનું કારણ હોવાથી દુઃખે કરીને દૂર કરી શકાય એવો મહારોગ છે. ઉપકારી મહાપુરુષો તો “અજ્ઞાન એટલે શું ?' એનું વર્ણન કરતાં ફરમાવે છે કે –
“માનં નર ઘોર-સ્તોમરૂપતા મતમ્ अज्ञानमेव दारिद्र्य-मज्ञानं परमो रिपुः ।। १ ।। अज्ञानं रोगसंघातो, जराऽप्यज्ञानमुच्यते ।
અજ્ઞાનં વિપક સર્વા, માન મરyi મતમ્ . ૨ ” “અંધકારરૂપ હોવાથી અજ્ઞાન એ ઘોર નરક માનેલું છે, અજ્ઞાન એ જ દારિ છે, અશાન પરમ શત્રુ છે, અજ્ઞાન એ રોગોનો સંઘાતસમુદાય છે, અજ્ઞાનને જરા પણ કહેવાય છે અને અજ્ઞાન એ સઘળી વિપત્તિઓ છે તથા અજ્ઞાન એ મરણ માનેલું છે.” આવાં આવાં ઉપનામોથી ઓળખાતું અજ્ઞાન એ ક્રોધાદિ સર્વ પાપો કરતાં કનિષ્ટ પાપ છે અને હિતાહિતનું ભાન નહિ થવા દેનારી વસ્તુ છે. દુઃખ અને દોષમાત્રનું કારણ શું? -
આ જ હેતુથી ઉપકારીઓએ, દુઃખ અને દોષમાત્રના કારણ તરીકે અજ્ઞાનને વર્ણવ્યું છે. અજ્ઞાનને દુઃખ અને દોષમાત્રના કારણ તરીકે વર્ણવતાં ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે –
"अज्ञानमेव सर्वेषां, रागादीनां प्रवर्तकम् । स्वकार्ये भोगतृष्णाऽपि, यतोऽज्ञानमपेक्षते ।। १ ।। याः काश्चिदेव मत्र्येषु, निर्वाणे च विभूतयः । મામૈવ તા: સર્વા, હતી સન્માધિના | ૨ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org