________________
s
– ૧૦ : અજ્ઞાનનો અંધકાર – 104 –
૧૧૯
याः काश्चिदप्यवस्थाः स्यु - र्याश्चोन्मार्गप्रवृत्तयः । यच्चासमज्जसं किञ्चि-दज्ञानं तत्र कारणम् ।। ३ ।।
દ્ધિ સહાનાં, વાર વતં : | उद्वेगसागरे घोरे, हठादेतत्प्रवर्तकम् ।। ४ ।।
अज्ञानमेव सर्वेषां, हिंसादीनां प्रवर्तकम् ।" “રાગ આદિ સઘળાય દોષોનું પ્રવર્તક અજ્ઞાન જ છે, કારણ કે ભોગતૃષ્ણા પણ પોતાના કાર્યમાં અજ્ઞાનની અપેક્ષા રાખે છે : સન્માર્ગનો રોધ કરનાર અજ્ઞાને મનુષ્યજીવનમાં અને નિર્વાણમાં જે કોઈ વિભૂતિઓ છે તે સઘળીઓનું હરણ, કરેલું છે ? આ સંસારમાં જ કોઈ વિલક્ષણ અવસ્થાઓ બની રહી છે, જે કોઈ ઉન્માર્ગની પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને જે કાંઈ અયોગ્ય થઈ રહેલું છે તેમાં કારણ અજ્ઞાન છે : પંડિત પુરુષોએ, સર્વ દુઃખોના કારણ તરીકે અજ્ઞાનને જ વર્ણવેલું છે ? ઘોર ઉદ્વેગસાગરમાં બળાત્કારે ધકેલનાર અજ્ઞાન છે: હિંસાદિ સઘળાં પાપોમાં
પ્રવૃત્તિ કરાવનાર અજ્ઞાન જ છે.” રાગ આદિ દોષોની વૃદ્ધિ અજ્ઞાનને આભારી છે. ભોગતૃષ્ણા પણ અજ્ઞાની આત્માને જ સતાવે છે. આત્માની સઘળી જ સુખસંપત્તિઓનો સંહાર કરનારું અજ્ઞાન જ છે, કારણ કે તે આત્માને સન્માર્ગમાં પ્રવૃત્તિ કરતાં અટકાવનારું છે. સઘળી જ અવ્યવસ્થાઓનું, સઘળી જ ઉન્માર્ગ પ્રવૃત્તિઓનું અને કોઈ પણ અણછાજતા બનાવનું કારણ એક અજ્ઞાન જ છે. હિંસા આદિ પાપના સ્થાનોમાં પ્રવૃત્તિ કરાવનારું પણ અજ્ઞાન જ છે. એ જ કારણે ઉપકારીઓને ફરમાવવું પડે છે કે -
અજ્ઞાન જ સર્વ દુઃખોનું અને સર્વ દોષોનું કારણ છે તથા આત્માને ભયંકર ઉદ્વેગસાગરની અંદર ડુબાવવાનું કાર્ય અજ્ઞાન બળાત્કાર કરે છે. અજ્ઞાનનો વિપાક :
એ જ હેતુથી “અજ્ઞાનનો વિપાક ઘણો જ કારમો છે” એમ ફરમાવતાં ઉપકારીઓ વર્ણવે છે.
"कार्याकार्यं न जानन्ति, गम्यागम्यं च तत्त्वतः ।। ५ ।। भक्ष्याभक्ष्यं न बुध्यन्ते, पेयापेयं च सर्वथा । अन्धा इव कुमार्गेण, प्रवर्तन्ते ततः परम् ।। ६ ।। ततो निबध्य घोराणि, कर्माण्यकृतशम्बलाः । भवमार्गे निरन्तेऽत्र, पर्यटन्ति सुदुःखिताः ।।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org