________________
૧૨૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –
- 18
“અજ્ઞાનના યોગે આત્માઓ - “તત્વથી કાર્ય-અનાર્યને અને ગમ્યઅગમ્યને જાણતા નથી : ભઠ્ય-અભક્ષ્યને અને પેય-અપેયને સર્વથા જાણતા નથી : તે કારણથી અજ્ઞાનવશ આત્માઓ, અંધની માફક કુમાર્ગે કરીને પ્રવૃત્તિ કરે છે અને એ કુમાર્ગે પ્રવૃત્તિ કરવાના કારણથી પરલોકનું ભાથું નહિ કરી શકનારા તે ઘોર કર્મોનો બંધ કરીને અતિશય દુઃખી થઈને અંત વિનાના આ ભવમાર્ગમાં પર્યટન કર્યા કરે છે.” અજ્ઞાનનો આ જાતનો વિપાક ઓછો કારમો ન જ ગણાય. અજ્ઞાન આત્માને અંધ બનાવી દે છે. અજ્ઞાનથી અંધ બનેલો આત્મા, નથી જાણી શકતો કાર્ય કે અકાર્ય નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય નથી જાણી શકતો ભક્ષ્ય કે અભક્ષ્ય અને નથી જાણી શકતો પેય કે અપેય. કાર્ય અને અકાર્ય, ગમ્ય અને અગમ્ય, ભક્ષ્ય અને અભક્ષ્ય તથા પેય અને અપેયને નહિ જાણનાર આત્મા, ઉન્માર્ગે પ્રવૃત્તિ કરે એ સહજ છે. ઉન્માર્ગે આથડતો આત્મા, પરલોકની સાધના ન કરી શકે અને ઘોર કર્મોનો બંધ કરી આ અનાદિ અનંત સંસારમાં પોતાનું કારમું પરિભ્રમણ વધારે એમાં કશું જ આશ્ચર્ય નથી. અજ્ઞાનના આવા વિપાકને જાણ્યા પછી પણ જેઓ ન ચેતે તેઓનો આ સંસારમાંથી કદી જ અંત આવતો નથી. અજ્ઞાનનો પ્રતાપ :
કારણ કે અજ્ઞાને તો, પોતાના પ્રતાપથી આત્માની ભારેમાં ભારે દુર્દશા કરી નાખી છે. “અજ્ઞાને, આત્માની કરેલી દુર્દશા હૃદયને હચમચાવી નાખે તેવી છે. અજ્ઞાને, “અનંત જ્ઞાનાદિમય આત્માને કેવો બનાવી દીધો છે એનું વર્ણન કરતાં ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે –
સર્વજ્ઞ ત , નિર્મલોયં સ્વતઃ |
માનગતિનો હાત્મિા, પાષા વિશે ૨ ” સર્વજ્ઞ, સર્વદર્શી અને સ્વરૂપથી નિર્મલ એવો પણ આ આત્મા અજ્ઞાનથી
મલિન થયો હોવાથી પાષાણથી વિશેષ નથી હોઈ શકતો.” અજ્ઞાનનો નાશ એ જ સુખનો ઉપાય :
સ્વરૂપથી નિર્મલ અને સર્વજ્ઞ તથા સર્વદર્શી એવા પણ આત્માને પાષાણવતું બનાવી દેનાર અજ્ઞાન એ આત્માનો સામાન્ય શત્રુ ન જ કહેવાય. ભયંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org