________________
૧૫૦
-આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
- ૧૩
તેમ : તે રાજા, ગુણવાન આત્માઓને પણ પોતાના રાજ્યમાંથી કાઢી મૂકે છે ?” તે કારણથી હે દેવ ! આની સાથે આપ વાદ કરો અને બાદમાં એ આપનાં વાગ્બાણોથી વિંધાઈ જઈને સ્વયમેવ ચાલ્યો જશે : વળી હે દેવ ! વાદમાં તો આપની સાથે વાદીશ્વર પણ ઊભો રહેવાને અસમર્થ છે તો પછી આનો શું હિસાબ છે ?”
મંત્રીનાં આ વચનોથી રાજા, વાદ કરવા તૈયાર થઈ ગયો અને તરત જ શ્રી કેશીમહારાજા પાસે પહોંચ્યો. જઈને તરત જ પૂછ્યું કે “તમે અહીં ક્યારે આવ્યા છો ?' આ પ્રશ્નના ઉત્તરમાં ગુરુમહારાજે ફરમાવ્યું કે “હે નરવર ! આજે અહીં આવ્યો છું.” બરાબર આ જ અવસરનો લાભ લઈને મંત્રીએ કહ્યું કે “હે સ્વામિનું ! આપ, આ આસનને અલંકૃત કરીને નિપુણ યુક્તિઓથી આમની સાથે ગોષ્ઠિ કરો.' આથી રાજા પણ આસન ઉપર બેઠો. શ્રી કેશીમહારાજાની મૂર્તિથી રંજિત થયેલા રાજાએ, હસીને કહ્યું કે “હે મુનિવર ! આપે બનારસના ઠગની માફક આ લોકને વિદ્યાથી વશ કર્યો છે, મંત્રથી વશ કર્યો છે કે ધૂર્તપણાથી વશ કર્યો છે !” આ પ્રશ્નના ઉત્તરમાં મુનિવરે ફરમાવ્યું કે –
આ લોક, ધર્મના શ્રવણ માટે આવે છે : બાકી અમારા જેવા ભિક્ષાવૃત્તિથી જીવતાઓને કોઈપણ રીતે કોઈને પણ મોહિત કરવાનું શું કામ ?” આથી રાજાએ, ફરીથી મુનિવર પ્રત્યે કહ્યું કે રાજપુત્ર જેવી આકૃતિને ધરનારા આપે, ભિક્ષાવૃત્તિ કેમ આરંભી ? ભિક્ષાવૃત્તિથી તો કાયર પુરુષો જીવે અથવા તો
વ્યવસાય કરવાને અસમર્થ હોય તે જીવે પણ આપના જેવા નહિ ? તો આ પાખંડને આપ છોડો અને મારા માંડલિક થાઓ તથા હાથમાં ભાલો લઈને આ ઘોડા ઉપર આરોહણ કરો. હું આપને દેશ આપું, આપ મનોરમ ભોગોને ભોગવો અને જન્મના ફળને મેળવો.”
આ કથનની સામે ગુરુમહારાજાએ રાજાને સમજાવ્યું કે “આ ભિક્ષાવૃત્તિ આજીવિકા માટે નથી સ્વીકારી પણ જ્ઞાનીઓએ ફરમાવેલા વ્રતને માટે વિચારપૂર્વક સ્વીકારી છે. પેટ માટેની ભિક્ષાવૃત્તિ જુદી છે જ્યારે સંયમ માટેની ભિક્ષાવૃત્તિ જુદી છે.” એ વસ્તુ સમજાવ્યા પછી નાસ્તિકને લગતા જેટલા જેટલા વિચારો પરદેશી રાજાએ રજૂ કર્યા એ સઘળાનો પ્રતિકાર શ્રી કેશીમહારાજાએ કર્યો. પરિણામ એ આવ્યું કે પરદેશી રાજા પરમ શ્રાવક થયા. જે રાજાએ, વિષયની ખાતર પોતાની સ્ત્રીને અટવીમાં પોતાનું લોહી પાયું હતું કે તે પરદેશી રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org