________________
ના
– ૧૨ : ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા - 106
--- ૧૪૯
રહ્યો. જ્ઞાની શ્રી કેશીમહારાજાએ, જ્ઞાનથી લાભ જાણીને પ્રતિબોધનો પ્રયત્ન કર્યો પ્રયત્નના પરિણામે દેશનાની એને અસર થઈ, ધર્મનું પરિણમન થયું, અને એ મંત્રી પરમ શ્રાવક થયો. પરમ શ્રાવક થયેલા તેણે, શ્રી કેશીમહારાજાને પોતાના રાજ્યમાં પધારવાની વિનંતિ કરી અને જણાવ્યું કે “આપ જેવા જ્ઞાનીના આગમનથી મારા રાજા જરૂર પ્રતિબોધ પામશે અને એથી ઘણો લાભ થશે.” ગુરુએ પણ તે સમયે તો વર્તમાન યોગ” જ કહ્યો. યોગ્ય સમયે ગુરુ મહારાજાએ, પરદેશી રાજાની રાજધાનીમાં જવાને વિહાર કર્યો. માર્ગમાં અનેક ભવ્ય જીવો ઉપર ઉપકાર કરતા કરતા તે જ્ઞાની ગુરુ, પરદેશી રાજાની રાજધાનીના ઉદ્યાનમાં પધાર્યા. મંત્રીએ ફરમાવ્યા મુજબ ઉદ્યાનપાલકોએ, ગુરુ પધાર્યાની ખબર મંત્રીને આપી. મંત્રથી ખેંચાયા હોય તેમ નગરીના લોકો, કુતૂહલથી ત્યાં પહોંચી ગયા. ગુરુમહારાજા પણ, આવીને ઉપસ્થિત થયેલા નગરલોકો સમક્ષ ધર્મદેશના ફરમાવી રહ્યા છે. ગુરુ મહારાજા પધાર્યા છે એની જાણ થવા છતાં પણ સ્વામીના ભયથી મંત્રી વંદનને માટે ગયા નહિ. “ગુરુમહારાજ પધાર્યા છે એમ જાણશે તો આ મિથ્યાષ્ટિ રાજા, અવજ્ઞા કરશે માટે પ્રથમથી જ કોઈ બહાનાથી આ રાજાને ગુરુ પાસે હું લઈ જાઉં' એમ વિચારીને ગુરમહારાજ જે ઉદ્યાનમાં છે તે ઉદ્યાનની પાસેની ઘોડા ખેલવાની ભૂમિએ રાજાને મંત્રી લઈ ગયો. ઘોડા ખેલાવવાથી થાકી ગયેલા રાજાને વિશ્રામ લેવા માટે મંત્રી તે ઉદ્યાનમાં લઈ આવ્યો. તે ઉદ્યાનમાં વિશ્રાંતિ લેતા રાજાએ, મધુર અને ગંભીર ધ્વનિ સાંભળ્યો એથી મંત્રીને પૂછ્યું કે “શું અહીં કોઈ મદોન્મત્ત હસ્તી છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ કહ્યું કે “હું જાણતો નથી, માટે પધારો, આપણે જોઈએ કે શું છે ?' આથી રાજા પણ સાથે જોવા ચાલ્યો. ચાલતાં ચાલતાં તે રાજાએ, પોતાની સામે રહેલા શ્રી કેશીમહારાજાને જોયા. જોતાંની સાથે જ રાજાએ, મંત્રી પ્રત્યે કહ્યું કે “આ મુંડીઓ શું રાડો પાડે છે ? ક્યારે આ અધમ પાખંડી ચોર અહીં આવ્યો છે ? અન્ય દેશની માફક મારા દેશને પણ આ ન લૂંટી લે તે કારણથી આને એકદમ કાઢી મૂકો.' આના ઉત્તરમાં જેવો હુકમ' એમ કહી મંત્રી કેટલાંક કદમ ચાલીને પાછો આવ્યો. પાછા આવીને મંત્રીએ કહ્યું કે -
“સ્વામિનું! આ વિષયમાં મારી એક વિનંતિ છે. આ પ્રમાણે કાઢી મૂકવાથી આ અન્ય દેશોમાં જઈને લોકોની સભામાં પ્રગટપણે એમ કહેશે કે પરદેશી રાજા કશું પણ જાણતો નથી : જેથી સાગરની વેલો, જેમ રત્નોને ફેંકી દે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org