________________
૧૪૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ -
થાય. કોઈ નવો આવે અને એ ખસે નહિ એ માટે પ્રેમવાળાં વચનો બોલવાનો ઇન્કાર નથી પણ વાત કરવામાં એમ સમજાવે કે ધર્મહીન હોય તે શ્રીમંત છતાં વસ્તુતઃ કંગાળ છે. નાશવંતી લક્ષ્મીમાં મૂંઝાય એ વાસ્તવિક રીતે મૂર્ખ છે. આવી આવી રીતે વસ્તુને સમજાવવાથી યોગ્ય આત્માને જરૂર આનંદ જ થાય. ગમે તેવા પ્રસંગમાં પણ હિતકર સાચું બોલનારા સાધુઓ, દંભીઓથી કદી જ ન લેપાય. સાધુઓ, કોઈને પણ યોગ્યતા જોયા વિના સીધું વ્યક્તિગત કડવું કદી જ ન કહે. ઉપદેશમાં સામાન્ય રીતે સઘળું જ કહે. સામાન્ય રીતે કહેવાતું સાંભળવાની જેનામાં તાકાત નથી એ તો ધર્મના ઉપદેશને માટે લાયક નથી. વ્યક્તિગત તો પરિચિતને કહેવાય, તે પણ એમ લાગે કે “એને કહેવાથી ખટકે તેમ નથી' તો જ કહેવાય. ધર્મદેશના વખતે તો ચક્રવર્તી પણ હાજર હોય, ચક્રવર્તીને વ્યક્તિગત ભલે કંઈ જ ન કહેવાય પણ પ્રસંગ આવે તો “ચક્રવર્તી પણ જો સાહ્યબીમાં રત રહે અને ન નીકળે તો મરીને નરકે જાય' આ વાત કહેવી પણ પડે “સાહ્યબીના સુખમાં પડેલા, પંચંદ્રિય જીવોનો વધ કરનારા રૌદ્ર પરિણામી બની નરકગામી બને છે.' આ સત્ય,પ્રસંગે છુપાવાય નહિ. આવી રીતે સામાન્ય કહેવાથી પણ જેને ખોટું લાગે તે ધર્મશ્રવણને માટે લાયક નથી. “ચોરી કરે એ ચોર' એમ કહેવા માત્રથી જ જે ઊંચોનીચો થાય એ કેવો કહેવાય ? “પૈસા લાવીને વાયદેસર ન આપે એ દેવાળીઓ' એટલું જ કહેવા માત્રથી જે ઊંચો થાય તે કેવો કહેવાય એ વિચારો. વસ્તુના સ્વરૂપને સાંભળતાં સૌ પોતપોતાની ત્રુટિ સમજે પણ એથી યોગ્ય આત્માને ખોટું ન લાગે પણ પોતાની ત્રુટિનું દુઃખ થાય અને એથી સુધરવાને સજ્જ બને પણ ખોટાનો બચાવ કરવાને ઉજમાળ ન બને. ધર્મદેશકે તો, રંકને તેમજ રાજાને બેયને એક જ વસ્તુ કહેવાની હોય છે. ભલે એની સાથે વાત કરવાના શબ્દોમાં ફરક હોય. રાજાને રાજનું કહેવાય પણ એની સાથે પણ વાત એવી રીતે કરાય કે રાજા પણ સમજે કે “હું રાજા છું તેથી મને રાજનું કહ્યો પણ હું રાજા છું એવી છાયા આ તારકના ઉપર પડી નથી, તારક મારા તેજમાં અંજાયા નથી.' શુદ્ધ દેશનાનું પરિણામ :
પરદેશી રાજા નાસ્તિક હોઈ કેવળ વિષયાસક્ત હતું. મંત્રી પણ એવો હતો. એક વખત એ મંત્રી કોઈ અન્ય રાજાની નગરીમાં ગયો : ત્યાં શ્રી કેશી મહારાજ ધર્મદેશના દેતા હતા ત્યાં જઈ ચડ્યો અને અક્કડપણે સાંભળવા ઊભો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org