________________
નાક
– ૧૨ : ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા - 106 –
– ૧૪૭
છે એમ કહેવું પડે. એવા દંભને ઉઘાડો પાડી, મોક્ષના અર્થીઓને મોક્ષની આરાધનામાં સરળતા કરી આપવી એ સાધુનું કામ છે. દંભીઓથી સાધુ કદી જ ન લેપાય :
અસત્યનું ઉન્મેલન અને સત્યનું સ્થાપન કરવા માટે જ ઉપદેશ છે, પણ માત્ર જનરંજન માટે જ નથી. વૈરાગ્યનો રંગ પણ કોઈને ઠગવા માટે ન હોવો જોઈએ પણ સ્વપરના શ્રેય માટે હોવો જોઈએ. લોકની વાહ વાહ માટે ઉપદેશ દેવાનો નથી. ધર્મનો ઉપદેશ એવો દેવો જોઈએ કે જેથી કલ્યાણના અર્થીઓ આનંદ પામે અને દંભીઓ મૂંઝાય. ધર્મના ઉપદેશથી સામાન્ય લોકને એમ થવું જોઈએ કે
ક્યારેય નહોતું સાંભળ્યું એવું સાંભળ્યું અને જે દુનિયાભરમાં ક્યાંય નથી તે અહીં છે.' આ દુનિયામાં પૈસા કમાવાનું કોણ નથી જાણતું ? પોતાના છોકરાને બૅરિસ્ટર કે એલ. એમ. એન્ડ એસ. બનાવવા કોણ નથી ઇચ્છતું ? એમાં ઉપદેશની જરૂર પણ શી છે ? જે વસ્તુમાં તમે બેઠા છો એનું પોષણ અહીં કેમ જ થાય ?
લુચ્ચા લફંગા કે પાપીને જો પોતાની કાર્યવાહી ન જ છોડવી હોય તો તેને અહીં આવતાં કંપારી થવી જોઈએ. સાધુ તો એવું બોલે કે જેથી પાપીને અને પ્રપંચીને પણ અહીં પેસતાં એમ થાય કે પાપ અને પ્રપંચ છોડવાં હશે તો અહીં જવાશે, નહિ તો નહિ જવાય.
લુચ્ચા લફંગાને પંપાળવાનું કામ તો નાદાનનું છે પણ સાધુનું નથી. દુનિયાના આરંભી, સમારંભી, અને પરિગ્રહી, સાધુને બનાવી જાય એમાં સાધુપણાની મહત્તા પણ શી? મહારંભી, મહાપ્રપંચીઓ, સાધુઓને રમાડી, એમની થેંક્સ કદી જ ન લઈ જઈ શકે. સાધુ તો ઉપકારબુદ્ધિથી એમને સ્પષ્ટ કહે કે- “ભાઈ ! મદમાં ઘેલા થયા છો પણ એનું પરિણામ ઘણું જ ભયંકર છે. પૈસા વગેરે અહીં પડ્યું રહેશે અને ચાલ્યા જવું પડશે. પરલોકમાં એક ધર્મ જ સહાયક છે. ધર્મોપદેશક તે જ કે જે આ રીતે નહિ પામેલાને પણ પમાડવાના પ્રયત્ન કરે. સામાને પણ થાય કે, નહિ નહિ, આ દુનિયામાં હિતને માટે કડવું પણ સાચું કહેનારા હજુયે હયાત છે.
દુનિયા પણ જેને જે રીતે શેઠ કહે એને સાધુ પણ એ જ રીતે શેઠ કહે તો તો એ ફૂલીને ફાળકો જ થાય ને ? કારણ કે સાધુનો પણ હું શેઠ છું એમ એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org