________________
૧૪૯ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -
-
150
તો તે શ્રદ્ધાહીનતા જ છે. શ્રદ્ધાહીનતાના પ્રતાપે જ મહાપુરુષોનાં વચન રુચિકર નથી થતાં. સ્વેચ્છાચારી બનવાની ભાવના શ્રદ્ધાહીનતામાંથી જ જન્મે છે. શ્રદ્ધાહીનતાના યોગે જ જ્ઞાનીઓનું કથન હૃદયમાં ઊતરતું નથી અને શક્તિ મુજબ પણ તેનો અમલ કરવા તૈયાર નથી થવાતું. શ્રદ્ધાહીનતાના પ્રતાપે જ જ્ઞાનીઓની આજ્ઞા રુચિકર નથી થતી. શ્રદ્ધાહીનતા, મળી ગયેલા શાસનને આરાધવા નથી દેતી. શ્રદ્ધાહીનતા અને શ્રદ્ધાપ્રિયતા એ ઉભય, એકમાં એકસાથે રહી શકે તેમ નથી. આજ્ઞાપાલન એ જ ખરી પૂજા છે ?
જેઓને શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધા નથી તેઓની પૂજા પણ નકામી છે. સાચી માન્યતા વિનાની પૂજા એ વાસ્તવિક પૂજા નથી. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આજ્ઞાપાલન એ જ ખરી પૂજા છે. આજ્ઞાના વિરાધકની પૂજા એ પૂજા જ નથી. દ્રવ્યપૂજા છતાં આજ્ઞા વિરાધે તો સંસાર મોજૂદ જ છે. કદી કારણવશાત્ દ્રવ્યપૂજા ન થાય પણ આજ્ઞા પ્રત્યે અખંડ પ્રેમ હોય તો આત્મા અવશ્ય તરે કારણ કે આજ્ઞા પ્રત્યે જેને અખંડ પ્રેમ હોય તે દ્રવ્યપૂજા ત્યારે જ ન કરે કે જ્યારે તેનો કોઈ ઉપાય ન હોય. આજ્ઞા ઉપર પ્રેમ વિના પૂજા કરે એ તો આડંબર જ છે. “એવો આત્મા પણ, પૂજા શા માટે કરે છે ?” એ વિચારવામાં આવે તો એમાં “સંસારની લાલસા જ પ્રાયઃ દેખાશે.
શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર જેને શ્રદ્ધા નથી, “સંસાર ભયંકર' છે એવી જેની માન્યતા નથી તે શ્રી જિનપૂજા કરે શા માટે ? કહેવું જ પડશે કે “સંસારની લાલસા માટે અથવા તો કેવળ ગતાનગતિકતાથી જ.'પૂજાદિકની ક્રિયા મિથ્યાદૃષ્ટિ આત્માઓને પણ ફળે છે; જે ભવને ભયંકર માની, અને “આ તારક છે' એમ માનીને પૂજે તેને પણ પૂજા ફળે. શ્રી વીતરાગ જ દેવ એમ સમજ્યો નથી છતાં પણ આ તારક છે એમ માની પૂજે એ પણ ઉત્તમ છે. “સંસાર ખરાબ છે અને એનાથી ઉદ્ધારનાર આ છે.” એમ માની સેવાપૂજા ભક્તિ કરે એની ભક્તિ પણ જ્ઞાનીઓએ માન્ય રાખી છે. આથી સ્પષ્ટ છે કે જેઓ મોક્ષની અભિલાષા વગર, સંસારને ખોટો માન્યા વગર ધર્મ કરે છે તેઓનો ધર્મ એ સાચો ધર્મ નથી. “ભવને સારો જ માને અને ભગવાનને તારક જન માને છતાં પૂજા કરે તો જરૂર એ દંભી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org