________________
1008
– ૧૨ ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા - 106
– ૧૪૫
પાપનો બચાવ નહિ ચાલે ?
આ મહાત્માઓએ, કલ્યાણની ભાવનાથી જ કહ્યું છે : તથા વર્તમાનમાં કહેનાર મહાત્માઓ પણ, એ ભાવનાએ જ કહે છે. એમ થાય તો તો ધર્મ પમાય. ધર્મ જેની પાસે હોય એને દુનિયાની ચીજમાં સુખ ન લાગે, ધર્મીને દુઃખમાં પણ સુખ હોય છે; જ્યારે ધર્મ વિનાનો સુખમાં પણ દુઃખી હોય છે. માટે સમજો કે ઉભયની દૃષ્ટિમાં અંતર છે.
આ જ્ઞાની પુરુષો, નારકનું વર્ણન કરી સૂચવે છે કે અહીં માન માટે, મોભા માટે, કુટુંબ માટે પાપ કરી નરકે જશો ત્યાં એ પીડાથી બચાવવા માન, મોભો, કે કુટુંબ નહિ આવે. મહાઆરંભ, સમારંભ, પરિગ્રહ, પંચેદ્રિય જીવોનો વધ, માંસાહાર વગેરે કારણે મળેલ નરકની પીડાથી કોઈ નહિ બચાવે. ત્યાં કોઈ જ આશ્વાસન આપવા નહિ આવે. “માન માટે, કુટુંબ માટે પાપ કર્યું હતું' એ બચાવ પણ ત્યાં નહિ ચાલે. ત્યાં તો ઇચ્છાએ કે અનિચ્છાએ પાપનું ફળ પોતાને જ ભોગવવું પડશે.
પરમાધામી દેવો પાપી આત્માઓને કરવતે વેરે છે. કરવતથી લાકડાં વેરવાની જેમ વેરે છે. સીસાના રસને ગરમ કરવાની જેમ કુંભમાં પરમાધામી એ જીવોને ગરમ કરે છે. તાવડામાં ચણા શેકવાની જેમ એને શેકે છે. ક્ષેત્ર તથા શરીરની પીડા ઉપરાંત આ પીડા પણ ઉપરથી ચાલુ હોય છે. અગ્નિની જ્વાળામાં ઊછળતા, બૂમો મારતા એ જીવોને કોઈ શરણભૂત નથી. અહીં ભયંકર પાપ સેવી નરકે જનારા જીવોને એવી એવી અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. એ બિચારાઓને સુખનું સ્વપ્ન પણ નથી આવતું. શ્રદ્ધાહીનતાનો પ્રતાપ :
આવી દુઃખમય દુર્ગતિમાં જવાની કોઈને પણ ઇચ્છા હોય નહિ. મશ્કરીમાં પણ એવી ઇચ્છા તે જ પ્રગટ કરે કે જે શ્રદ્ધાહીન હોય. શ્રદ્ધાહીનતાનો જ એ પ્રતાપ છે કે પરમતારક શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી વસ્તુ સામે પણ યથેચ્છ બોલી શકાય છે.” “અમે તો સાતમીને બદલે ચૌદમીએ જવા તૈયાર છીએ' આવું શ્રદ્ધાસંપન્ન કદી પણ ન બોલી શકે. જ્ઞાની પુરુષોએ કરેલા વર્ણન ઉપર જેઓને શ્રદ્ધા છે તેઓ તો નરકગતિનાં કારણોથી બચવાના પ્રયત્નોમાં જ રત હોય. આગમની વાતોને પણ કલ્પિત માનવાની હદે પહોંચાડનાર કોઈ પણ વસ્તુ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org