________________
૧૪૪ -
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ –
- 1E2
સંગમની સાથે થયેલ કારણથી ન આવ્યા પણ બીજા કેમ ન આવ્યા ? કહેવું જ પડશે કે ભગવાનનો તીવ્ર કર્મોદય હતો માટે ઇંદ્રોનો અનુપયોગ હતો. એવા પણ દીન હોય કે જેને જોયા છતાં, સામામાં ઉદારતા છતાં દાતારને એને દેવાનો વિચાર જ ન આવે. સામો દાતાર ઉદાર હોય, વસ્તુ આપવા યોગ્ય હોય, લેનાર પણ તૈયાર હોય પણ લેનારનું લાભાંતરાય કર્મ એ કામ કરે કે દાતારને એના સંબંધી વિચાર જ ન આવે અથવા “એ કેવો હશે ?' એમ પણ થાય.
સાધર્મિકને સારી સ્થિતિમાં કેવી રીતે મૂકવો એ પણ વિધિ છે. “લે અલ્યા લઈ જા' એમ કહીને સાધર્મિકને મદદ ન કરાય, એ તો અવજ્ઞા કરી ગણાય. પુણ્યાત્માઓ સાધર્મિકને ઊંચી કોટિમાં એવી રીતે મૂકતા હતા કે પેલો જાણે પણ નહિ અને મૂકનારના મનમાં પણ એ નહિ કે એને મેં સારી સ્થિતિમાં મૂક્યો. આજ તો એક માગે અને એક ખેંચે એ દશા છે. શ્રી જૈનશાસનની તો એ ખૂબી છે કે આપનાર “લો' કહે અને લેનાર ‘ના’ કહે. “મને આપો' એમ દીનતાથી કહેનાર એ જૈનશાસનનું પાત્ર નથી. પાપથી રક્ષણ કરે એનું નામ પાત્ર છે. દાતારને પાપથી બચાવે એ પાત્ર તે કેવુંક હોય એ વિચારો.
આખા મગધનો માલિક પણ ત્રિકાળ પૂજા કરે અને પુણિયો શ્રાવક પણ ત્રિકાળ પૂજા કરે. આજે ન તો શ્રીમાન ત્રિકાળ પૂજા કરે કે ન તો દરિદ્રી કરે. શ્રીમાન કહે કે વ્યવસ્થામાંથી પાર નથી આવતો અને દરિદ્રી કહે કે ઇચ્છાનુસાર મળતું નથી. કોઈ પુણ્યવાન હોય, પરમ શ્રાવક હોય એ કરતા હોય એનો ઇન્કાર નથી પણ મોટા પ્રમાણમાં જે છે તે કહેવાય છે. શ્રી જેનશાસનમાં તો શ્રીમંત અને દરિદ્રી બેયને માટે મુક્તિ ખુલ્લી છે, એ શાસન બેયને માટે સમાન છે પણ સેવતાં આવડે તો. એને બરાબર સેવાય તો મુક્તિ આપનાર એ શાસન છે.
શ્રી જૈનશાસનને પામેલો શ્રીમાન શ્રીમંતાઈનો તથા દરિદ્રી દરિદ્રતાનો વિચાર ન કરે પણ એ તો ધર્મ જ સેવે. શ્રીમાન માને કે શ્રીમંતાઈ એ પુણ્યોદયનો પ્રતાપ છે અને દરિદ્રી માને કે દરિદ્રતા એ પાપોદયનો પ્રતાપ છે. એ પ્રમાણે માનવાથી શ્રીમંત, શ્રીમંતાઈમાં રાચેસાચે નહિ અને દરિદ્રી, દરિદ્રતાથી ઊં ઊં ઊં ન કરે, વિચારો કે “એ બેય કેવા!” અને વિચારીને કહો કે “ક્યાં છે તે દશા અને ક્યાં છે તે ભક્તિ ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org