________________
156 – – ૧૨ ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા - 106 – ૧૪૩ નહિ. આત્મા, પુષ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ તો બધા કહે છે પણ શ્રી જેનદર્શન, દરેકેદરેક તત્ત્વનું એવું વર્ણન કરે છે તેવું વર્ણન અન્યત્ર નથી જ. દરેકેદરેક તત્ત્વનું સ્વરૂપ અને ફલ આદિનું આવું શ્રવણ તો પુણ્યવાનને જ મળે.
કોઈએ, આત્માને નિત્ય કહ્યો : તો કોઈએ, અનિત્ય કહ્યો : પણ શ્રી જૈનદર્શને તો, આત્માને નિત્યાનિત્ય કહી તેનું દરેક પ્રકારનું એવું વર્ણન કર્યું છે કે જેને સમજવાથી આત્મા વસ્તુતત્ત્વનો જ્ઞાતા થઈ સહેલાઈથી શિવપદને સાધી શકે. જેમ આત્મતત્ત્વનું સઘળું સ્વરૂપ જૈનદર્શને જ વર્ણવ્યું છે તેમ કર્મનું સ્વરૂપ પણ યથાસ્થિત રીતે શ્રી જૈનદર્શને જ વર્ણવ્યું છે. અન્ય દર્શનોમાં તો તેનું નહિ જેવું જ વર્ણન છે. કર્મના પ્રકાર, હેતુ, સ્થિતિ, વિપાક અને વિપાકના યોગે થતી દશા વગેરે બધી જ વસ્તુનું વર્ણન તો એક શ્રી જૈનદર્શનમાં જ છે, માટે તો આપણે એ દર્શન પામ્યા એનું અભિમાન લઈએ છીએ. ક્ષણે ક્ષણે પરિવર્તન પામતી આત્મપરિણતિને અને વસ્તુ માત્રના વાસ્તવિક સ્વરૂપ આદિને શ્રી સર્વજ્ઞ પરમાત્મા સિવાય અન્ય કોણ વર્ણવે ? ઊંચે ચડેલો આત્મા કઈ ક્ષણે પડે, પડીને
ક્યાં જાય એ સમજવામાં કર્મસ્વરૂપના જાણનારને વાંધો ન આવે. કર્મનું સ્વરૂપ સમજનાર, ગમે તે દશામાં પોતાના ધર્મને ન ભૂલે. ધર્મમાં સ્થિર નથી રહી શકાતું તેનું કારણ એ પણ છે કે આગમ ઉપર પૂર્ણ વિશ્વાસ નથી. જ્ઞાન નથી અને વિશ્વાસ નથી એટલે આ વાત હૈયે ચોંટતી નથી અન્યથા શ્રી જૈનશાસનમાં તો ચક્રવર્તી તથા રંક, શેઠ તથા દીન બધા જ સુખી હોય, પ્રસન્ન હોય અને ધર્મક્રિયામાં મક્કમ હોય. ક્યાં છે તે દશા અને ક્યાં છે તે ભક્તિ ?
શ્રેણિક મહારાજા પણ ત્રિકાલ પૂજા કરતા અને પુણિયો શ્રાવક પણ ત્રિકાલ પૂજા કરતો. સભા : પુણિયાનો શ્રેણિક મહારાજાએ ઉદ્ધાર ન કર્યો ?
એ પુણ્યાત્મા, તમે કહેવા માગો છો એવો ઉદ્ધારનો અર્થી નહોતો. પેલા એમની ભક્તિ કરે એ યોગ્ય પણ આ તો ભક્તિથી બેપરવા હતો. વળી બીજી વાત એ પણ વિચારવા યોગ્ય છે કે પાપોદય હોય ત્યારે એના માટે સામાને ખ્યાલ પણ ન આવે. ભગવાન શ્રી મહાવીરદેવને સંગમ ઉપસર્ગ કરવા આવ્યો ત્યારે ભગવાનના ભક્ત એવા બધા ઇંદ્રો કયાં ગયા હતા ? શ્રી સુધર્મા ઇદ્ર તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org