________________
૧૪૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬
–
કરાવવા માટે મહાવ્રતધારી મહાપુરુષો, જૂઠું બોલે નહિ. પારકું ભલું કરવા માટે પોતાનું ભૂંડું અજ્ઞાનીઓ જ કરે. શ્રી વીતરાગ પરમાત્મામાં “રાગ, દ્વેષ અને અજ્ઞાન' આ ત્રણે દોષો નથી હોતા અને અસત્ય તો, રાગ, દ્વેષ અથવા અજ્ઞાનથી જ બોલાય છે : આથી શ્રી વીતરાગ પરમાત્માના કથન મુજબ કહેવામાં અસત્યતા સંભવે જ નહિ. નારકીના જીવોની વેદના અનંતી અને કહેનારનું આયુષ્ય સંખ્યા, એટલે એ વેદના વાણીથી કઈ રીતે કહી શકાય ? નારકીનું દુઃખ તો તે જ જાણે અગર તો જ્ઞાની જાણે. વર્તમાનમાં પણ અમુક વસ્તુ થતી હોવા છતાં કહેતાં મૂંઝવણ થાય છે. અમુક વ્યાધિ થાય છે એ ચિકિત્સકને પૂરી કહી શકાતી નથી. “કાંઈક થાય છે,’ ‘બહુ થાય છે એમ કહેવાય છે પણ “શું થાય છે' એ પૂરુ સમજાવી શકાતું નથી તો નારકીની વેદના શબ્દો દ્વારા સંપૂર્ણ કઈ રીતે કહી શકાય ? ન જ કહી શકાય : તો પણ ટીકાકાર મહર્ષિ, પ્રાણીઓને વૈરાગ્ય કરાવવાના હેતુથી કંઈક કહેવાનું કહી ગયા. નરકમાં શરણરહિત દુર્દશા :
અને એ કંઈક કહેતાં ફરમાવી ગયા કે પરમાધામી દેવો, આવીને નારકીના જીવોના કાન કાપે છે, આંખો બહાર કાઢે છે, હાથ પગ કાપે છે, એના હૃદયને બાળે છે, નાક કાપે છે; નારકીના જીવો ઉપર દરેક ક્ષણે આ ક્રિયા ચાલુ રહે છે. નારકીના જીવો ઉપર આ ક્રિયા ચાલુ ન હોય એવી એક પણ ક્ષણ નથી હોતી. આ પીડા પણ દારુણ રીતે કરવામાં આવે છે. ક્ષેત્રપીડા તથા અંગપીડા તો ચાલુ હોય છે જ, એ જાણે ઓછી ન હોય તેમ પૂરી કરવા માટે પરમાધામી દેવો પીડા કરે છે. એ જીવોના કટિના ભાગને સળગાવે છે, ત્રિશુળથી ભેદે છે, અગ્નિ જેવા મોઢાવાળાં “કંક” પક્ષીઓ પાસે ચાંચો મરાવે છે, તીક્ષ્ણ અને દીપ્તિમાન, ભાલાઓ, કઠોર કુહાડીઓ, ચક્રો, બાણો અને લોઢાનાં હથિયારોથી એ નારકીના જીવોનાં તાલુ, હાથ, પગ વગેરે અવયવો ભેદાય છે. અગ્નિની જ્વાળામાં ઊછળતા, ક્ષણે ક્ષણે દરેક અંગોપાંગે છેદાતા, પીડાતા, ભયંકર વેદના ભોગવતા, એ દીન બિચારા નારકીઓ, એ ગતિમાં પોતાના રક્ષકને જોઈ શકતા નથી : અર્થાત્ ત્યાં એમને, કોઈ બચાવનાર પણ નથી મળતું : એ રીતની શરણરહિત દુર્દશા બિચારા એ જીવો ભોગવ્યા કરે છે. જે અહીં છે તે અન્યત્ર નથી જ
ઇતર દર્શનમાં પણ આવાં વર્ણન છે પણ આવી ને આટલી યથાર્થ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org