________________
૧૨: ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા:
વચનાતીત છતાં, ઉપકાર માટે કંઈક !
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપરથી નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના હેતુથી : કર્મવિપાકની ગરિષ્ઠતા પ્રતિપાદન કરવા માટે “ધૂત” નામના આ છઠ્ઠી અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ભય પેદા કરનારી કટુકથા ફરમાવી.
સૂત્રકાર પરમર્ષિએ, ફરમાવેલી એ કથાને સ્પષ્ટ કરવા માટે : ટીકાકાર પરમર્ષિએ પણ, ઘણું ઘણું ફરમાવ્યું. ચારે ગતિઓની દુઃખમયતા વર્ણવતાં પ્રથમ નરક ગતિમાં રહેલા જીવોની વેદનાઓનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી ગયા કે
"वेदनाश्च परमाधार्मिकपरस्परोदीरितस्वाभाविकदुःखानां नारकाणां या भवन्ति ता वाचामगोचराः, यद्यपि लेशतश्चिकथयिषोरभिधेयविषयं न वागवतरति तथाऽपि कर्मविपाकावेदनेन प्राणिनां वैराग्यं यथा स्यादित्येवमर्थं श्लोकैरेव किञ्चिदभिधीयते ।"
પરમધાર્મિક દેવોએ ઉદીરેલું અને પરસ્પરથી ઉદીરિત થયેલું તથા સ્વાભાવિક' એમ ત્રણ પ્રકારનું દુઃખ છે જેઓને એવા નારકીઓને જે વેદનાઓ થાય છે તે વાણીના વિષયમાં આવી શકે તેમ નથી : આથી જોકે લેશથી કહેવા ઇચ્છતા એવા મારી વાણી, અભિધેયના વિષયમાં ઊતરી શકે તેમ નથી : તો પણ કર્મવિપાકના આવેદનથી જે રીતે પ્રાણીઓને વૈરાગ્ય થાય તે રીતે, એ જ માટે શ્લોકો દ્વારા કંઈક જ મારા દ્વારા કહેવાય છે.”
આ ઉપરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે નરકના જીવોને પડતાં દુઃખો, વાણીના વિષયમાં આવી શકે તેમ નથી : તો પણ જગતના જીવોને વૈરાગ્ય થાય એ માટે ઉપકારી મહર્ષિ, ઘણામાંથી થોડું પણ કહેવાને ઇચ્છે છે. એ થોડું પણ એવું છે કે જેનાથી સાંભળનારને સાંભળતાં ત્રાસ થાય. દુઃખનું વર્ણન, ત્રાસ પેદા કરાવવા માટે એ નથી કરતા : પણ ત્રાસરૂપ છે માટે કરે છે. કોઈને ત્રાસ પેદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org