________________
૧૨: ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા:
106
• વચનાતીત છતાં, ઉપકાર માટે કંઈક !
નરકમાં શરણરહિત દુર્દશા : • જે અહીં છે તે અન્યત્ર નથી જ : • ક્યાં છે તે દશા અને ક્યાં છે તે ભક્તિ ? • પાપનો બચાવ નહિ ચાલે :
• શ્રદ્ધાહીનતાનો પ્રતાપ : • આજ્ઞાપાલન એ જ ખરી પૂજા છે : • દંભીઓથી સાધુ કદી જ ન લેપાય : • શુદ્ધ દેશનાનું પરિણામ :
વિષય: સંવેગ-નિર્વેદ પેદા કરવો એ જ ધર્મદેશનાનું ફળ.
ધૂતાધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્રના આધારે કર્મવિપાકની ભયંકરતાનું જે વર્ણન ચાલી રહ્યું હતું તે અંતર્ગત પ્રથમ નરકની દારુણ દશા, ત્યાંની શરણરહિત અવસ્થા, જિનશાસનમાં વર્ણવાયેલ યથાસ્થિત વસ્તુ સ્વરૂપનું વર્ણન કર્યા બાદ સાધર્મિક ભક્તિના સંદર્ભમાં મહારાજા શ્રેણિક અને મહાશ્રાવક પુણિયાના પ્રસંગના સથવારે આપનાર અને લેનારના ભાવનું ભવ્ય ચિત્ર ચીતરી શ્રદ્ધહીનતાનું કિંચિત્ સ્વરૂપ વર્ણવ્યા બાદ પરમાત્માની આજ્ઞા એ જ એમની ખરી પૂજા કઈ રીતે ? સાચો ધર્મ કોને કહેવાય ? સાધુનું કામ શું ? ઉપદેશ કોને, ક્યારે, કેવો આપવો ? એની રીત શી ? એ બતાવી અંતમાં શુદ્ધ દેશનાનું કેવું પરિણામ આવે છે, તે બતાવવા પરદેશી રાજા-મંત્રી અને મહર્ષિ શ્રી કેશી મહારાજાનું દૃષ્ટાંત સવિસ્તર ચર્ચવામાં આવ્યું છે.
મુલાક્યાતૃત ૦ આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ તો બધા કહે છે, પણ શ્રી જૈન દર્શન, દરેકે દરેક તત્વનું
જેવું વર્ણન કરે છે, તેવું વર્ણન અન્યત્ર નથી જ. • ધર્મમાં સ્થિર નથી રહી શકાતું તેનું કારણ એ પણ છે કે, આગમ ઉપર વિશ્વાસ નથી. • શ્રી જૈનશાસનની તો એ ખૂબી છે કે, આપનાર “લો' કહે અને લેનાર ‘ના’ કહે. • આજ્ઞાપાલન એ જ ખરી પૂજા છે. આજ્ઞાના વિરાધકની પૂજા એ પૂજા જ નથી. દ્રવ્યપૂજા છતાં
આજ્ઞા વિરાધે તો સંસાર મોજૂદ જ છે. • જેઓ મોક્ષની અભિલાષા વગર, સંસારને ખોટો માન્યા વગર ધર્મ કરે છે, તેઓનો ધર્મ એ સાચો
ધર્મ નથી. • અસત્યનું ઉન્મેલન અને સત્યનું સ્થાપન કરવા માટે જ ઉપદેશ છે, પણ માત્ર જનરંજન માટે જ નથી. • ધર્મહીન હોય તે શ્રીમંત છતાં વસ્તુત: કંગાળ છે. નાશવંતી લક્ષ્મીમાં મૂંઝાય એ વાસ્તવિક રીતે
મૂર્ખ છે. - સાધુઓ, કોઈને પણ યોગ્યતા જોયા વિના સીધું વ્યક્તિગત કડવું કદી જ ન કહે. ઉપદેશમાં
સામાન્ય રીતે સઘળું જ કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org