________________
157
– ૧૧ : સંસારનાં સૌ દુઃખી, સુખી એક અણગાર -- 105 – ૧૩૯
જ, વિચારક મિથ્યાદૃષ્ટિને પણ થાય પણ રાગના રસિયાને ન થાય. સમ્યગ્દષ્ટિને જે સંવરનાં કારણ તે જ મિથ્યાદષ્ટિને આશ્રવનાં કારણે થાય છે.
આજ તો લખનારા લખે છે કે “ઉપાશ્રયોને સ્કૂલો કેમ ન બનાવાય ?' આટલી જમીન, આટલાં સ્થાન અને આટલા બંગલા ઉપર નજર ન પડતાં આવાં બે-ચાર મકાન ઉપર જ નજર કેમ પડી ? જેમાં સામાયિકાદિ ક્રિયા થાય છે એવાં મકાનો આંખમાં કેમ ખૂંચે ? બીજાં મકાનો હડફેટે નથી ચડતાં અને આ કેમ એમની હડફેટે ચડે છે ? ખરેખર દુઃખિત હદયે પણ કહેવું પડે છે કે એવું લખનારા ઘેલા બન્યા છે. એ બિચારાઓને ખબર નથી કે ઉપાશ્રયો એ કેવલ ધર્મની આરાધનાનાં જ સ્થાનો છે. અહીં તો આત્મકલ્યાણ માટે ભણવાનું જ ભણાય અને સામાયિક આવશ્યકાદિ થાય. આવી વાતોને બિનઅસરકારક બનાવવા માટે પ્રથમથી જ એવાઓ કહે છે કે “વૈરાગ્યની વાયડી વાતો નહિ ચાલે.” પણ એવાઓને આપણે કહીએ છીએ કે “વાયડી વાતો તો વૈરાગ્યની કહેવાય કે વિલાસની ?' એ વિચારો. એ વિચારશો તો તમને આપોઆપ જ એ વાત સમજાઈ જશે કે “સંવેગ અને વૈરાગ્ય એ જ ધર્મનો ઉપાય છે. અને એ સંવેગ અને વૈરાગ્યની ઉત્પત્તિ થાય એ જ હેતુથી આ ઉપકારીઓ, કર્મવિપાકની ભયજનક કટુતર વાતો ફરમાવી રહ્યા છે : હજુ પણ આગળ શું શું ફરમાવે છે એ વળી હવે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org