________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ઙ “ધર્મળ જ્ઞીના પશુમિ: સમાના:।” “ધર્મથી હીન મનુષ્યો પશુ જેવા છે.”
એવો મનુષ્યભવ મળ્યો શા કામનો ? એ તો અનંતામાં એકનો વધારો. આપણે વધારો નથી કરવાનો પણ સુધારો કરવાનો છે. આ ભવ તો આત્મસ્થિતિ સુધા૨વા માટે છે પણ પૈસા કમાવા કે ખાવાપીવા માટે નથી. આથી સ્પષ્ટ થશે કે મનુષ્યની મહત્તા એક ધર્મથી જ છે.
સંવેગ અને વૈરાગ્ય એ જ ધર્મનો ઉપાય :
મનુષ્યની મહત્તાને પ્રગટ કરનાર સંવેગ અને વૈરાગ્ય છે. સંવેગ અને વૈરાગ્ય આત્માને ત્યારે જ પ્રગટ થાય કે જ્યારે સંસારની દુઃખમયતાનું ભાન થાય. એ જ હેતુથી સૂત્રકાર પરમર્ષિ, એનું ભાન કરાવી રહ્યા છે. સંસારની દુ:ખમયતા વર્ણવવાનો હેતુ એ જ છે એમ તો આપણે જોઈ આવ્યા છીએ. વિરાગીને બીજો હેતુ હોય પણ શાનો તમે જ કહો ને કે વિરાગી વૈરાગ્ય કરાવે કે રાગ ? કહેવું જ પડશે કે વિષયો ઉપર રાગ કરાવે તે વિરાગી નહિ. સંસાર પ્રત્યેના વૈરાગ્યમાં જ સુખ માનનાર બીજાને સંસાર ઉપર રાગ કેમ જ કરાવે તમને સંસારના રાગી દેખીને વિરાગી ખુશ થાય એ કદી જ ન બને. તમે સંસારના રાગમાં ખૂબ રાચો-માચો એવું વિરાગી કોઈ પણ કાળે ઇચ્છે ? કહેવું જ પડશે એ કદી જ ન બને, કારણ કે જે આત્મા પોતે વૈરાગ્યનું સુખ ચાખે તે તો બીજાને એવું સુખ આપવાનો જ પ્રયત્ન કરે.
૧૩૮
જે સુખ ચક્રવર્તીને નથી તે સુખ ભૂમિ ઉપર સૂનાર સંતોષીને છે. શ્રી ભર્તૃહિરએ પણ કહ્યું કે ‘વૈરાગ્યમેવમયમ્ ।' વૈરાગ્ય એ જ એક ભય વિનાની વસ્તુ છે. ભલે એ મિથ્યાદષ્ટિ હતા પણ એ ધર્મને લાયક હતા. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ પણ એમને બુદ્ધિના નિધિ કહ્યા છે. ભલે સંસર્ગના અભાવે સાચી વસ્તુ એમના હાથ ન આવી પણ ‘વૈરાગ્ય એ જ સારભૂત છે' એમ ભાળનારને ધર્મ પામતાં વાર નથી લાગતી. એમનું હૃદય વૈરાગ્યથી રંગાયું હતું. એ ઘરે ભિક્ષા માટે આવ્યા તો પણ એમણે ૨ાગનું પોષણ નથી કર્યું પણ વૈરાગ્યનું જ કર્યું છે. વિરાગી પણ રાગની વાતો કરે તો વિરાગની વાતો કરે પણ કોણ ?
જગત વૈરાગ્ય માટે ઉપયોગમાં આવે એવું છે એમ સમ્યગ્દષ્ટિને તો થાય
Jain Education International
1556
For Private & Personal Use Only
www.jainelibrary.org