________________
15
– ૧૧ : સંસારનાં સાં દુઃખી, સુખી એક અણગાર - 105 – ૧૩૭
છે. આખલા વગેરે તો હડફેટે આવે તો શીંગડું મારે પણ મનુષ્ય તો આઘેથી ગોળી મારે છે. આ બધા ઉપરથી ધર્મહીન મનુષ્ય એ મનુષ્ય નથી એમ કહેવામાં વાંધો છે ? કહેવું જ પડશે કે નહિ', તો સ્પષ્ટ છે કે એક ધર્મથી જ મનુષ્યની મહત્તા છે.
ઘર્મ છોડી દેવાય, અહિંસાની ભાવનાનું નિકંદન વળાય, ભલાની ભાવના ચાલી જાય છતાંયે એ મનુષ્ય, મનુષ્ય છે એમ કેમ કહેવાય ? સામાન્ય ઓઘભાવના આ છે, હવે એથી આગળ ચાલો.
સામાનું સારું કરવાની ભાવના પણ એવી જ હોવી જોઈએ કે જેને પરિણામે સારું જ થાય, માટે જ્ઞાનીઓએ દ્રવ્ય અને ભાવ એ બે ભેદ પાડ્યા. માત્ર દેખાવનું સારું કરે એ જૈન નહિ પણ પરિણામે સારું થાય એવું કરે એ જેન. પરિણામે ભૂંડું થાય એવી ક્રિયા પોતાની જાત પર ન થાય તો પારકા ઉપર તો થાય જ કેમ ?” આવી વૃત્તિ સાચા જેનની હોય છે. આ જ કારણે શાસ્ત્રો, જૈનને જૈનના સાધર્મિક તરીકે ઓળખાવે છે અને કહ્યું છે કે –
સાધર્મીના સગપણ સમું, અવર ન સગપણ કોઈ;” મા ભીનાથી સૂકે સુવાડે અને બાપ ઉછેરે છતાંયે મા-બાપથી સાધર્મિકનું સગપણ વધ્યું ને ! મા-બાપથી સાધર્મિક વધે, સાધર્મિકથી ગુરુ વધે, ગુરુથી આગમ વધે અને આગામથી દેવ વધે. એ વાત ખરીને ? પહેલું કોણ ? દેવને ? દેવ, આગમ, ગુરુ, સાધર્મિક, પછી મા-બાપ એ ક્રમને ?
સભા: હા !
હા પાડો તો સાચી પાડજો. હા પાડનારા જ્યાં ત્યાં ઢળે નહિ. હા પાડનારા તે સાચા છે કે ભલે અહીંથી જાય પણ એમનું મોટું અહીં જ હોય. આવા મનુષ્યો સાચા મનુષ્યો છે. મનુષ્ય જેમ ભયંકર છે તેમ મનોહર પણ છે. એ તારક પણ છે અને ડુબાડનાર પણ છે. તિર્યંચ તો કરડે, શીંગડું મારે, બહુ તો શરીર ખાઈ જાય પણ મનુષ્ય જે હાનિ કરે છે તે તિર્યંચ નથી કરી શકતો. આથી જ ધર્મહીન મનુષ્યને તો આઘા રખાય, એના ભેગા ન ભળાય. ધર્મ વિનાના, પૈસા ખાતર ધર્મની પરવા ન કરનારા અને દુનિયાના સુખની ખાતર ધર્મને ભૂલી જનાર એ સાચા મનુષ્ય નથી એમ કહેવામાં કશી જ હરકત નથી. એક કવિએ પણ કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org