________________
૧૩૯
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - –
–
154
જંગલમાં શિકારી પશુ તો બે-પાંચ મનુષ્યને મારે, સિંહ કદી નગરમાં પડે તો પાંચ-પચાસને મારે પણ મનુષ્ય ધારે તો યોજનાપૂર્વક કેટલાને મારે ?
જે મનુષ્ય યોજનાપૂર્વક સંસારથી મુક્ત પણ થઈ શકે છે તે જ મનુષ્ય યોજનાપૂર્વક સાતમી નરકે પણ જઈ શકે છે.
મનુષ્યપણું ન આવે તો મનુષ્ય ભયંકર છે. મનુષ્યમાં મનુષ્યપણું આવે તો એ દેવ જેવો છે. એ હજારોનો પાલક છે, રક્ષક છે અને હજારોનો શાંતિદાતા છે. હજારો આત્માને પોતાના સંબંધથી મુક્તિએ મોકલી શકે છે. એવા પણ મનુષ્યો છે કે એના સહવાસમાં જે ગયો તે ગયો જ ગયો. તિર્યંચ તો જે આદમી ભટકાય તેને મારે પણ મનુષ્ય તો આઘેથી ઇરાદાપૂર્વક મારે છે.
તિર્યંચના શબ્દ માટે કાનમાં ખીલા ઠોકવા શાસ્ત્ર નથી કહ્યું. પણ એવા કેંક મનુષ્યો છે જેના શબ્દો સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા એમ શાસ્ત્ર કહ્યું છે.
તિર્યંચને જોવાથી અકલ્યાણ થવાનું નથી કહ્યું પણ એવા કેક મનુષ્યો છે જેને જોવાથી પણ અકલ્યાણ છે એમ શાસ્ત્ર કહ્યું છે.
મનુષ્ય તારક પણ ખરો અને ડુબાડનાર પણ ખરો. જે કપ્તાન હજારોને બંદર પર પહોંચાડે એ જ કપ્તાન ધારે તો હજારોને અધવચ ડુબાડે. સાચો માર્ગ પ્રવર્તાવનાર પણ મનુષ્ય અને મિથ્યા માર્ગ પ્રવર્તાવનાર પણ મનુષ્ય. હિંસા પ્રચારનાર પણ મનુષ્ય અને અહિંસા પ્રચારનાર પણ મનુષ્ય. દુરાચારોને અને સદાચારોને પ્રવર્તાવનાર પણ મનુષ્ય, જગતને હિંસક બનાવનાર પણ મનુષ્ય અને જગતમાં દયા પ્રચારનાર પણ મનુષ્ય. પોતાના સ્વાર્થ માટે હજારોની હિંસાના માર્ગ ખુલ્લા કરનાર પણ મનુષ્ય હોય છે.
એક કૂતરું ભસે કે કરડે તેની ખાતર કૂતરાં માત્રને મારવાનો હુકમ છોડનાર પણ મનુષ્ય. કહે છે કે “કૂતરાના ભસવાથી નિદ્રાનો નાશ થાય છે.' એ તો ભણે ત્યારે જરા વાર એમ થતું એણે માન્યું પણ એ મનુષ્યના અવાજથી કેટલાને નિદ્રા નથી આવતી એ વિચારે છે ? કૂતરું તો ભસે ત્યારે એમ થતું હશે પણ એના પોતાના તો નામથી ફેંકને નિદ્રા નથી આવતી એનું શું ? એનું તો નામ પણ કંકના ઉપર ત્રાસ વર્તાવે છે એનું શું ?
ઝેરી જંતુ તો ઝપટાય તો કરડે પણ આવા મનુષ્ય તો વગર હડફેટે કરડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org