________________
૧૧ : સંસારનાં સૌ દુઃખી, સુખી એક અણગાર
૧૩૫
ફળી કે એનું ભાગ્ય ફળ્યું ? પણ વિચારે કોણ ? દુનિયાને પૈસાની લાલચે ખેંચવામાં કશી જ વાર નથી. ગોશાળાના અગિયાર લાખ શ્રાવક અને ભગવાનના ઓછા એનું કારણ એ જ કે ભગવાન તો મોહના કિલ્લામાં બેસીને મોહને મારવાનું કામ કરતા હતા, જ્યારે ગોશાળો તો મોહનાં મંડાણ કરતો હતો. ‘જે કાળે જે થવાનું તે થવાનું જ માટે ખાઓ, પીઓ, અને લહેર કરો, ઉપવાસાદિ તે કરવાની જરૂર નથી, ભૂખ લાગે અને ન ખાઈએ તો આર્ત્તધ્યાન થાય અને આર્ત્તધ્યાનથી દુર્ગતિ થાય, માટે ભૂખ લાગે તો ખાઈ લેવું.' આવા ઉપદેશથી જનતાને ખેંચવી એમાં કશી જ મુશીબત નથી.
1553
આજે પણ કહેવામાં આવે કે ‘માત્ર ચાંલ્લો કરે એ જૈન, બાકી પૂજા, સામાયિક, પ્રતિક્રમણની જરૂર નથી, થાય તો પણ ભલે, ન થાય તો હરકત નહિ,' તો અનેક ભળે. સમોસરણથી આકર્ષાઈને આવેલાને, સિંહાસન પર બેઠેલા પ્રભુ દેશના દેતા અને મોહથી પરાભુખ બનાવવા પ્રયત્ન કરતા ત્યાં થોડા જ શ્રાવક થાય એ દેખીતું છે એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. આથી કહેવું પડે છે કે વસ્તુને સમજો અને શ્રી શ્રેણિકના દૃષ્ટાંતથી ધર્મની આરાધનામાં અતિશય દૃઢ બનો.
105
ના૨કી આદિ ચારે ગતિનું સ્વરૂપ જાણનાર, જ્ઞાનીના વચન પર શ્રદ્ધા રાખનાર, શ્રી શ્રેણિક મહારાજાના દૃષ્ટાંતથી તો આત્મા એવો દૃઢ બનવો જોઈએ કે ગમે તેવા સમયમાં પણ શ્રાવકપણું કે સમ્યક્દષ્ટિપણું છોડીને કોઈ વાતમાં ‘હાજીઓ' ન ભણે અને એ એવા સ્થાનમાં જ રહે કે જેથી આત્માનું બગડવા સંભવ ન રહે. જિનમંદિર હોય, સાધુનું આવાગમન થતું હોય, ઉપાશ્રય હોય જેથી સામાયિકાદિ થાય અને સારા સાધર્મિકોનો સહવાસ હોય એવી જગ્યાએ શ્રાવક રહે જેથી આત્મહિતની કાર્યવાહી ચાલુ રહે. એવો વેપાર પણ શ્રાવક ન કરે કે જેથી ધર્મ ભુલાય.
એક ધર્મથી જ મનુષ્યોની મહત્તા છે :
પ્રતિષ્ઠાહીન વેપારી જેમ વેપારી નથી, શાખ વગરનો શેઠીઓ જેમ શેઠ નથી, સત્તા અને નીતિ વગરનો અમલદાર જેમ અમલદાર નથી તેમ ધર્મહીન આદમી એ આદમી નથી.
દુનિયામાં યોજનાપૂર્વક વધારેમાં વધારે પાપ તિર્યંચ કરી શકે કે મનુષ્ય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org