________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭
દીધું, દેવ પ્રગટ થયો એ તો પછી બન્યું પણ ત્યાં સુધી એમનું વર્તન કયું ? એ પુણ્યાત્માના સમ્યક્ત્વની નિર્મળતા જોઈ દેવ તુષ્ટમાન થયો, એ પછી પણ એમણે શું કર્યું એ વિચારો. તમને જો આવો સંયોગ મળે તો શું કરો ? તમને તો ન મળે, પણ મળે તો ? વાવટા કાળા બાંધો કે લાલ ? સાધ્વી એ તમારી માતા છે. માતાના વાવટા બાંધનારા કુલાંગાર છે. જાહેર ખબર છપાવો તો એવી છપાવો કે જે વાંચીને અધર્મી પણ આનંદ પામે. પાપની તે જાહેર ખબર હોય ? આજે મનોવૃત્તિ પલટાઈ છે, મલિન થઈ છે એનું જ ખરાબ પરિણામ છે માટે એથી બચો.
૧૩૪
વૈભારગિરિ ઉપર શ્રી ધનાશાલિભદ્રે અનશન કર્યું ત્યારે શ્રી શાલિભદ્રની માતાએ બત્રીશ વહુઓ સાથે એવો વિલાપ કર્યો કે જંગલનાં પક્ષી પણ વિલાપ કરવા લાગ્યાં. ત્યાં શ્રી શ્રેણિક મહારાજા જઈને રોવરાવતા નથી પણ કહે છે કે, ‘હે માતા ! આવા પુત્ર તથા જમાઈના યોગે તો તું જગપૂજ્ય બની, તારો દીકરો તથા જમાઈ ભગવાન મહાવીરના માર્ગને સાધે, મુક્તિની સાધનામાં જે વખતે તલ્લીન બને તે વખતે વિઘ્ન ક૨વાનું હોય કે આશીર્વાદ દેવાના હોય ?’ આવાં વચનથી માતાનાં આંસુ સાફ થયાં. માતાએ પુત્રને આશીર્વાદ દીધો. શ્રી શ્રેણિક મહારાજા રોવરાવવા નહોતા ગયા. એથી ‘શાલિભદ્ર ઊઠ, મા રુએ છે, મોટો સાધુ થઈ ગયો અને માને રોવરાવે છે, આવો ધર્મ કોણે શિખવાડ્યો ?' આવું શ્રી શ્રેણિક મહારાજાએ ન કહ્યું, કારણ કે શ્રી શ્રેણિક મહારાજા તો માતાનું, દીકરાનું તથા ધર્મનું સ્વરૂપ સમજતા હતા. ધર્મી, મોહના યોગે રુદન કરનારનું રુદન બંધ કરાવે કે એનું રુદન વધારે ? વ્યવહાર પણ કહે છે કે રોનારને આશ્વાસન દેવાય પણ રોવરાવાય નહિ. ગાંડા બનેલાને વધુ ગાંડો ન બનાવાય. જેની ક્રિયા જેટલા પ્રમાણમાં જોઈએ તે સમજો, પહેલાં તો પાપનો ડર હતો, આજે તો ‘એ તો ચાલે’ એ ભાવનાથી પાપ વધ્યું.
સભા : અરે સાહેબ ! પાપની પ્રશંસા થાય છે !
1552
જેટલું ઓછું થાય છે એટલું અહોભાગ્ય. આપણા બચાવ માટે હજી એ ઓછું થયું છે. બાકી અધર્મને વધા૨વામાં મુશીબત શી છે ? અર્થ-કામની લાલસામાં ગાંડી બનેલી દુનિયાને પૈસા વગેરેની લાલચથી વશ કરવામાં વાર શી ! બાવો મૂઠી વાળીને બેસે અને ‘આમાં કાંક છે’ એમ કહે તો કેટલું ટોળું ભેળું થાય ! એ બાવો પાંચર્સે જણને ફૂંક મારે એમાં પાંચને એ ફૂંક ફળે અને તે ફૂંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org