________________
188ા
- ૧૧ : સંસારનાં સો દુઃખી, સુખી એક અણગાર - 105 – ૧૩૩
સાંજે જ ઘરાકી આવે વળી રાત્રે પણ લાઇટ છે, ગૃહસ્થથી તે આ બધું સચવાય !' આમ ઢળેલા શ્રાવકથી ઢળી જઈને એવી વાતમાં ખરી વાત ત્યારે એમ મુનિથી ન જ કહેવાય. ઢળી ગયેલા મુનિ પણ, જો એમ કહે અને એમ કહીને શ્રી શ્રેણિક મહારાજાનો દાખલો પણ દે તથા કહે કે “ક્ષાયિક સમકિતી શ્રેણિક મહારાજા પણ વિરતિ નહોતા કરતા. તો થાય ? એ જ કે મુનિવેષમાં રહેનાર, આમ કહે એટલે પેલો શ્રાવક પણ માને જ કે “ઠીક ત્યારે, વાંધો નથી. આથી આ રીતનું નમતું વસ્તુમાં ન જ મુકાવું જોઈએ. શ્રી શ્રેણિક જેવી મનોવૃત્તિ ક્યાં ?
શ્રી શ્રેણિક મહારાજાના દષ્ટાંતથી પડતાને પાડવાનું કામ કરનારાઓએ, ધ્યાનમાં રાખવું જોઈએ કે શ્રી શ્રેણિક તે શ્રેણિક જ હતા. ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ પણ ફરમાવ્યું છે કે
શ્રેણિક જેવા અવિરતિ થોડલા' શ્રી શ્રેણિક મહારાજાએ, અવિરતિમાં રહેવા છતાં વિરતિના સ્થાપક શ્રી અરિહંત પરમાત્મા અને વિરતિને ધરનારાઓની આરાધના એવી રીતે કરી કે તીર્થકર નામકર્મ નિકાગ્યું. શ્રી શ્રેણિક મહારાજા, અવિરતિ છતાં ભોગ પ્રત્યે એમની ભાવના કઈ હતી એ વિચારો. એ પુણ્યાત્માની અવિરતિ જોવી અને સમ્યક્તની કરણી ન જોવી એના જેવી મૂર્ખતા એક પણ નથી. એ પુણ્યાત્મા, સમ્યક્તની કરણી એવી કરતા કે જેવી કરણી આજના વિરતિધરો પણ નથી કરતા. વિરતિધર પ્રત્યે એમનો પ્રેમ કેટલો હતો ? દેવ, ગુરુ,ધર્મ પ્રત્યે સભાવ તથા સેવા કેટલી હતી ? ભગવાન શ્રી મહાવીરદેવના સમાચાર રોજ મેળવતા. એક પણ દિવસ એવો નહિ કે ભગવાનના સમાચાર ન મેળવે. ભગવાન અમુક દિશામાં વિચરે છે એ સમાચાર મળતાં જ એ પુણ્યાત્માની રોમરાજી ખડી થતી, તરત પોતે સિહાસન ઉપરથી ઊભા થતા, પાંચ-સાત કદમ તે દિશામાં જતા, પંચાંગ પ્રણિપાત કરતા, શક્રસ્તવથી સ્તુતિ કરતા અને પછી સિંહાસન ઉપર બેસતા. રોજની આ ક્રિયા ચાલુ હતી. એ પુણ્યાત્માની ત્રિકાલ પૂજામાં કદી ખામી નહોતી આવતી. સાધુના યોગમાં, વ્યાખ્યાનશ્રવણમાં કદી ખામી નહોતી આવતી. સાધુ માત્ર પ્રત્યે ભક્તિની ન્યૂનતા નહોતી. પતિત સાધુને બચાવવાની પણ એમની ઉત્કટ અભિલાષા હતી. એનું પાપ કોઈ ન જાણે એની પણ એમને કાળજી હતી. ગર્ભિણી સાધ્વીને જોઈ પોતે ઘેર લઈ ગયા. કોઈને જાણવા પણ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org