________________
૧૩૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
-
1550
ન કરે પણ પોતાના ક્રિયાકાંડ સાચવીને કરે. ધર્મક્રિયા સાચવવાથી વ્યવહારનો વિલોપ જ થાય છે એમ નથી બનતું પણ એ વાત ખરી કે તમે જે વ્યવહાર માનો
છો તે તો નહિ ટકે. ધર્મ બનવું અને દુનિયાને જ સાધવી એ નહિ બને. શ્રી જિનેશ્વરદેવનું મંદિર અને ધર્મગુરુ એ તો પરમ સહાયક છે. જેવો જેવો સમય અને જેવું જેવું સ્થાન ત્યાં તે તે રીતે વર્તવું એનો અર્થ તો એ કે શ્રાવકપણાની કિંમત નથી. જેમ ચોથા આરામાં પણ સાધુપણું કે શ્રાવકપણું સાચવવાનું ધ્યેય તેમ પાંચમા આરામાં પણ ધ્યેય તો એ જ ને ! જેમ શ્રીમંત, શ્રીમંતાઈ સાચવે અને દરિદ્ર પોતાની સ્થિતિ અનુસાર વર્તે એ મર્યાદા પણ લોકના કહેવાથી. દરિદ્રી આવક વિના વરો કરે ? વરો કરે તો આજે તો સારા કહે પણ એના એ પાછા કાલે બેવકૂફ કહે. હવે વારો ન કરે તો પણ લોકો તો એની વિરુદ્ધમાં બોલવાના જ, એવા લોકવિરોધની પરવા કરો કે નહિ ? નહિ જ, તો પછી કાળને અનુસરીને મરજીમાં આવે તેમ ફરાય એમ કેમ કહેવાય ? આપણામાંથી આપણાપણું જાય તે ન જ પાલવવું જોઈએ. ખામીને સમજવી નથી એ નહિ ચાલે. ખામીને સમજી તેને સુધારવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. પુણ્યયોગે જે મોક્ષની આરાધનાનું સુંદર સાધન મળ્યું છે તે સાચવવું જ જોઈએ. શ્રાવકે લખ્યું ખાવું પડે એની હરકત નહિ પણ જ્યાં શ્રી જિનેશ્વરદેવનું મંદિર ન હોય અને ધર્મગુરુનો યોગ જ્યાં ન મળે ત્યાં રહેવું ન જોઈએ. શ્રાવકપણું ન સાચવવું હોય, કંઈ નહિ, એ તો ચાલે' કહીને રખડવું હોય તો વાત જુદી છે પણ શ્રાવકપણાના અર્થીએ તો એની કાળજી પૂરી રાખવી જોઈએ. મુનિ કે શ્રાવક ઢાળ મુજબ ઢળે નહિ? - દુનિયા ફરે તેમ શ્રાવક ન મૂંઝાય તેવી રીતે નામશ્રાવકો ફરે તેમ સાધુ પણ ન મૂંઝાય. જો મૂંઝાવા જેવી દશા આવે તો દેવ, ગુરુ, અને ધર્મ ઉપર ભાવ નહિ ટકે. પછી તો એમ થશે કે “દેવ તો ખરા પણ જેવો સમય, ગુરુ તો ખરા પણ ફાવે ત્યાં સુધી, પૂજા કરવાની પણ વખત હોય તો, વ્યાખ્યાન સાંભળવું પણ નવરાશ હોય તો, આવશ્યક કરવું પણ ટાઇમ હોય તો, રાત્રે ન ખાવું એ વાત ખરી, પણ બને તો.” આવી ભાવના થવાની. આવી ભાવનાના યોગે પ્રથમ તો “એમાં શું ? એ તો ચાલે’ આમ થયું. આ રીતે શરૂઆતમાં તો એમ થયું કે “એમાં શું !' પછી “એ તો ચાલે', પછી “રાત્રે ખાઈએ તો પણ હરકત નહિ', પછી “ન ખાય એ તો ભગતડાં' આ ભાવના આવી એના પરિણામે આજે એમ પણ કહેવાય છે કે સાહેબ ! રાત્રે ન ખાવું એ વાત સારી છે, પણ હવે જમાનો બદલાયો, હવે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org