________________
1549 ૧૧ : સંસારનાં સૌ દુઃખી, સુખી એક અણગાર
તેઓ કહે કે ‘એ વીંછી આદિ થયા કેમ ?' પણ એવાઓને વીંછી આદિને મારવાની છૂટ તો કોઈએ આપી નથી ને ? રાજ્યના સિપાઈને પણ ગુનેગારને પકડવાની છૂટ છે પણ ખોટી રીતે ગુનો કબૂલ કરાવવા ફાવે તેટલા પ્રમાણમાં પીટવાની છૂટ નથી પણ પોતે પકડેલા ગુનેગારને કેટલીક વખત સિપાઈ એવા પીટે છે કે બિનગુનેગાર પણ પોતાને ગુનેગાર કબૂલ કરે છે. એ રીતે પરમાધામીને કોઈએ નારકીના જીવોને મારવા છૂટ આપી છે કે નીમ્યા છે એવું કંઈ નથી પણ એ તો પોતાના કુતૂહલ ખાતર કરે છે.
-
105
આ દુનિયામાં વીંછીનો મારનાર કહે છે કે ‘એ કરડે છે માટે મારું છું' પણ એને કહેવામાં આવે કે ‘એ તો કરડે ત્યારે ખરો પણ તું તો મારી રહ્યો છે તો તને શી શિક્ષા થવી જોઈએ ? વીંછી કરડવાના ભયને લઈને જો તું તેને મારવાની છૂટ માની લે તો તું એને મારે છે તો તને મા૨વાની બીજાને છૂટ ખરી કે નહિ ?' આના જવાબમાં એ શું કહે ? કંઈ જ નહિ. ખરી રીતે મિથ્યાત્વના યોગે પાપને પાપ નહિ માનનારા આત્માઓ, જે ન કરે એ જ થોડું છે.
Jain Education International
૧૩૧
સમ્યગ્દષ્ટિ આત્મા બીજાને પાપના ભોગવટામાં સહાય ન કરે. એ તો સમજે છે કે એના પાપના ઉદયના ભોગવટામાં સહાયક થઈ હું કાં પાપ બાંધું ? પાપી જીવોને પાપના ફળને ભોગવવામાં સહાયક થવાની બુદ્ધિ સમ્યગ્દષ્ટિને ન આવે. ૫૨માધામી જીવો તો પોતના કુતૂહલ ખાતર જ આ બધું કરે છે અને એ પાપના યોગે તેઓ પણ ભવાંતરમાં ઘણા રિબાય છે.
For Private & Personal Use Only
શ્રાવકપણું સાચવવા માટે :
આ જ કા૨ણે વિષયવિપાકની ભયંકરતાના જાણકાર શ્રાવકો બનતાં સુધી તો મૂર્ખાઓના ટોળામાં રહે જ નહિ, એ પુણ્યાત્માઓ તો ઉત્તમ સંસર્ગમાં જ રહે. જ્યાં શ્રી જિનેશ્વરદેવનું મંદિર ન હોય ત્યાં શ્રાવક ન વસે; કારણ કે ત્યાં સાધુ ન આવે. જ્યાં જિનમંદિર ન હોય, સાધુનું આવાગમન ન હોય, ધર્મશ્રવણનો યોગ ન હોય, સાધર્મિકનો સંયોગ ન હોય ત્યાં શ્રાવક ન વસે : કેમ કે સાચા સંસ્કારો નાશ પામે. શ્રાવક એવો વ્યાપાર પણ ન કરે કે જેથી સેવાપૂજાદિ ધર્મકરણી રીતસર ન થાય. શ્રાવક એવા સ્થળે પણ ન જાય કે જ્યાં ધર્મક્રિયા ન થાય અને આવશ્યકમાં વાંધો આવે. શ્રાવક એવી મુસાફરી પણ ન કરે કે જેથી પૂજા પણ રહી જાય, ગુરુનો યોગ પણ ન મળે અને આવશ્યક પણ ન થાય. એવા શ્રાવકો આજે પણ છે કે ચાર દિવસની મુસાફરી કરવી હોય તો એકસાથે
www.jainelibrary.org