________________
૧૩૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯
- ૧૭
શબ્દાદિ વિષયો મેળવતાં તકલીફ નથી લાગતી માટે ત્યાં તકલીફ નથી; એમ નથી પણ લાલસાથી બેહોશ બન્યા છે માટે તકલીફ નથી લાગતી.
વિષયોનો ભોગવટો તો માત્ર અમુક સમયનો જ હોય છે જ્યારે દુઃખની સીમા નથી હોતી. જેની શરૂઆતમાં ભય, જેનું પરિણામ વિકટ તેને પણ ભોગવતાં આનંદ આવે ત્યાં નિર્વેદ તથા વૈરાગ્ય શી રીતે રહે ? આવી સ્થિતિના ભોગવટામાં જેને આનંદ આવે છે તે જ્ઞાની કે અજ્ઞાની ? આગળપાછળ સુખ હોય અને વચ્ચે આનંદ આવતો હોય તો કશી જ હરકત નથી એ જ કારણે જેઓને કઠિન એવી પણ ધર્મક્રિયામાં આનંદ આવે છે એ વાસ્તવિક છે, કારણ કે એથી ભવિષ્યમાં સુખ છે. ભવિષ્યમાં દુઃખ છતાં ભોગવટામાં આનંદ આવે એ તો મિથ્યાષ્ટિનો આનંદ છે. સમજદારને તો એમાં આનંદ ન જ આવે પણ એવા આત્માઓ છે કેટલા ? કહેવું જ પડશે કે થોડા. વિષયવિપાકની ભયંકરતા ?
પ્રભુવચનને માનનારા તો સારી રીતે સમજે જ છે કે વિષયના વિપાક ભયંકર છે. એના ભોગવટા આત્માને નરકગતિમાં ઘસડી જનારા છે અને નરકગતિમાં વેદનાનો પાર નથી. “ક્ષેત્રવેદના, પરમાધામી તરફથી વેદના અને પરસ્પરની વેદના આ ત્રણ પ્રકારની વેદનાઓ નરકમાં હોય છે. પરમાધામીની પીડા ઉપરાંત પરસ્પરના વૈરને લઈને એકબીજાથી પણ વેદના થાય છે. પરમાધામી તો ભયંકર પીડા કરે છે. એવી પીડા કરે છે કે જે સાંભળતાં પણ ત્રાસ થાય. જેમ અહીં અનાર્યો, નાના જીવો ઉપર જુલમ ગુજારે છે : જેવા કે માંકડ કીડી મંકોડીને સોયમાં પરોવે છે, કચડે છે, પથ્થર મારે છે, વાટે છે, ઘસે છે, લસોટે છે, સળગાવે છે અને એમાં આનંદ પામે છે : તેમ પરમાધામી દેવો પણ પોતાના કુતૂહલ ખાતર ત્યાંના જીવોને ભયંકર પીડાઓ કરે છે.
નારકીના જીવોના અશુભોદયના યોગે પરમાધામી દેવો, પોતાના કુતૂહલ ખાતર એમને પીડા કરે છે. પરમાધામી દેવો, નારકીના જીવોને કાપે છે, વેરે છે, ભાલાથી વધે છે અને એવું એવું બધું જ કરે છે. પરમાધામી દેવો, વેદના કરે છે તે કંઈ કોઈએ એમ કરવાની તેઓને છૂટ નથી આપી પણ અહીં જેમ અનાર્યો, વીંછી વગેરેને કુતૂહલ આદિથી મારે છે તેમ પરમાધામીઓના સંબંધમાં પણ સમજવાનું છે. વીંછી આદિને મારવાનું કારણ જો આપણે અનાર્યોને પૂછીએ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org