________________
17 –– ૧૧ : સંસારનાં સૌ દુઃખી, સુખી એક અણગાર - 105 - ૧૨૯
કઈ રીતે માનો ? “હશે” એમ જ કહોને ? નહિ માનનારા ના પાડે, અને માનનારા ના ન પાડે, હા પાડે, પણ બેય જણ સરખી રીતે વર્તે તો પછી અંતર કયાં પડાય ? ઘણાને ચિંતા થાય છે કે આવી વાતો સાંભળીએ તો ખાઈએ શું?” પણ હું કહું છું કે ખાવાની જરૂર ન પડે તો ખોટું પણ શું ? ખાવા માટે આ સાંભળો એવું હું ક્યાં કહું છું ? પેટ ભરવા માટે આ બધું નથી, પણ પેટ ભરવાની પંચાત મટાડવા માટે છે. આ જ્ઞાન પેટ ભરવાની પંચાત મટાડવાનું સાધન છે. આ વસ્તુને જે સ્વરૂપે સમજાવી જોઈએ તે સ્વરૂપે નથી સમજાતી એનું જ આ દુઃખ છે.
ચારે ગતિનાં દુઃખને વર્ણવવાનો શાસ્ત્રકારનો હેતુ એ છે કે પૌદ્ગલિક સુખની લાલસામાં પડેલા જે જીવો, એ દુઃખને ભૂલી ગયા હોય : તેઓને એ દુઃખનું ભાન થાય, અને એ જીવો જ્યાં સુખ માને છે ત્યાં રહેલા દુઃખને પણ સમજે કે જેથી બચે. પાંચે ઈંદ્રિયોનાં સુખ ક્ષણિક છે અને દુઃખ ચિરકાલીન છે. શબ્દાદિ વિષયોના ભોગવટા વખતે ક્ષણિક સુખ છે, પણ એની પહેલાં તથા પાછળ તો દુઃખ જ છે, એ ન સમજાય ત્યાં સુધી મનુષ્યગતિના દુઃખને પણ નહિ સમજાય.
તમે માંદાને દુઃખી માનો છો પણ ખાતા પિતાને દુઃખી નથી માનતા, ત્યારે જ્ઞાનીની માન્યતા એથી જુદી છે. જ્ઞાની કહે છે કે વિષયના ભોગવટા વખતે ક્ષણિક સુખ છે તે પણ શરીર સારું હોય તો, શુભોદય હોય તો, નહિ તો એ પણ નહિ. જો શરીર સારું ન હોય તો તો વિષયના ભોગવટા વખતે પણ પીડા ચાલુ હોય છે. ઘણી વખત બળતે હૃદયે ખાવું પડે છે એ શું નથી જાણતા ? ખાવાનું ભાવે નહિ, ગળે ઊતરે નહિ છતાં ખાવું પડે છે એ જાણો છો ને ? ભોગવટાના સ્વાદની આસક્તિને લઈને મેળવવાના દુઃખને સુખ મનાયું છે, નહિ તો થાકી જાત. અહીં પડિક્કમણામાં બે ઘડી ઊભા રહેવાનું તેમાં પણ સોમાં સિત્તેર એવા છે કે બેસીને કરે, એના એ સોએ જણા વેપાર માટે બજારમાં ત્રણ કલાક ઊભા રહે. ત્યાં ન થાકે. કામ પત્યા પછી પણ જો વસ્તુ મળી હોય તો તો ન થાકે પણ ન મળે તો વળી થાકે. હવે ત્યાં ત્રણ કલાકેય ન થાકે અને પડિક્કમણામાં બે ઘડીમાં પણ થાકે એમાં કંઈ શરીરમાં ભેદ છે કે મનની માન્યતામાં ભેદ છે ? કહેવું જ પડશે કે ત્યાં સુખ માન્યું છે માટે દુઃખ નથી લાગતું; બાકી દુઃખ હતું એ તો નક્કી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org