________________
૧૨૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯
-
૧%
ત્યાં સુધી દુઃખ જાય નહિ અને સુખ આવે નહિ : આ જ હેતુથી સંસારમાં કોઈ જ સુખી નથી. સુખનું ઔષધ છે પણ સેવનારા કેટલા? સભા: એનું ઔષધ છે ?
ઔષધ તો છે પણ સેવનારા ક્યાં છે ? સાધુ તથા શ્રાવકની કરણી પરમ ઔષધરૂપ છે. સર્વવિરતિને ધરનાર આત્મા, સંસારના સંયોગથી સર્વથા વિખૂટો છે : ત્યારે શ્રાવક, પ્રમાણમાં વિખૂટો છે. શ્રાવકની કરણી એવી રીતે યોજાઈ છે કે એ જો બરાબર થાય તો આ વસ્તુ - આગમ - એક ક્ષણ પણ ન ભુલાય, પણ કરણી સેવાય છે ક્યાં ? થોડી ઘણી કરણી સેવાય છે એ પણ જુદી જ રીતે ! ભાવના, ઉદ્દેશ વગેરે ફરી જાય છે ત્યાં થાય શું ?
આત્મા શરીરથી જુદો છે.” એવું કહેનારા ઘણા છે પણ એમ માની શરીરની સેવા ઓછી કરનારા કેટલા છે? “શરીરને છોડી જવાનું છે' એમ તો સૌ સમજદાર કહે છે પણ શરીરને માટે મહેનત કરનાર કેટલા અને આત્મા માટે મહેનત કરનાર કેટલા ?
આજે તો નરકગતિનાં દુઃખોનું વર્ણન સાંભળીને કહે છે કે “આ વર્ણન તો નારકીમાં જાય એને માટે ને ! અમારે શું ?' પણ ઓ ભાઈ ! તમારે નરકે ન જવું પડે માટે જ્ઞાનીએ કહ્યું છે. તમને નરકે મોકલવા નથી કહ્યું પણ નરકે જવાના હેતુને સમજી એ હેતુ ન એવો તો નરકે ન જાઓ એ હેતુથી કહ્યું છે. નરકગતિમાં જવાના હેતુને નરકના હેતુ તરીકે ન સ્વીકારાય તો કહેવું જોઈએ કે નિર્વેદ તથા વૈરાગ્યનું સમ્યક સ્વરૂપ સમજ્યા જ નથી. ડગલે ને પગલે નિર્વેદ તથા વૈરાગ્યની ભાવના ઝળકવી જોઈએ.
શાસ્ત્રકાર કહે છે કે કુમારપાળ રાજા છતાં એમની દરેક ક્રિયા વખતે એ મુનિ જેવા લાગતા. ચાલતાં, બેસતાં, ઊઠતાં, ખાતાં, પીતાં દરેક ક્રિયામાં તેઓ મુનિ જેવા લાગતા. સમ્યગ્દર્શનને પામેલાની ભાવના, પરિણામ, લાલસા વગેરે કેવી હોય? પાનામાં તો બધું લખ્યું છે, તમે સાંભળ્યું પણ છે પણ એ પરિણામની ધારા છે કે નહિ એ કદી હૃદયને પૂછ્યું છે ?
સૂત્રકાર તો ચારે ગતિનાં વર્ણન કરે છે પણ મનુષ્યગતિનાં વર્ણન કરે ત્યાં જ તમે ન માનો અને તમને થાય કે “આવું તે હોય !” ત્યાં તમે નારકીની વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org