________________
૧૧ : સંસારનાં સૌ દુઃખી, સુખી એક અણગાર 105
આવે ચાંથી ? માત્ર કર્મની જ વેદના હોય તો તો ધૂળ નાખી, પણ કર્મવશ આત્મા, બીજાને રિબાવવાની ઇચ્છામાં પણ જીવન ગુમાવે છે : આથી નથી તો સામગ્રીવાળા સુખી કે નથી તો સામગ્રી વિનાના સુખી : નથી તો સર્વ સંયોગવાળા સુખી કે નથી તો સંયોગથી વંચિત સુખી : નથી નારકી સુખી કે નથી દેવતા સુખી, નથી તિર્યંચ સુખી કે નથી મનુષ્ય સુખી : મનુષ્યમાં પણ નથી રાજા સુખી કે નથી પ્રજા સુખી અને નથી મોટા સુખી કે નથી નાના સુખી. આ વાત સમજાય તો નિર્વેદ અને વૈરાગ્ય થાય. નિર્વેદ તથા વૈરાગ્ય એ શબ્દો તો હાથમાં આવ્યા પણ હૈયામાં ક્યાં છે ? આ શબ્દો હૈયે ક્યારે આવે ? આગમ પર શ્રદ્ધા થાય તો એ હૈયે આવે. જો વાતોથી નિર્વેદ અને વૈરાગ્ય થતા હોત તો તો સાડાનવ પૂર્વી થયેલો અભવી, નિર્વેદનાં લક્ષણ તો ઘણી સારી રીતે કહે છે પણ એના હૈયામાં તેની સાચી છાયા નથી પડતી એ ન બનત.
1545
‘નરકગતિમાં તથા બીજી ગતિઓમાં દુ:ખ છે.’ આ વસ્તુ ‘ભવ્ય આત્માઓ નિર્વેદ અને વૈરાગ્યને ભજનારા થાય' એ હેતુથી કહી છે. આ વાત શ્રદ્ધાપૂર્વક મનાય તો જ એ વસ્તુ આત્માને ફળે. સારાને પણ વસ્તુનું સ્વરૂપ સમજવામાં ન આવે તો તે પાપથી ન બચી શકે માટે ચારે ગતિનું સ્વરૂપ, પરિણામ તથા તે તે ગતિમાં જવાના હેતુ, તે તે ગતિઓમાં કોણ જાય એ બધું એ જ્ઞાનીઓએ બતાવ્યું છે. એ બધું જે સમજે અને શક્તિ મુજબ જીવનમાં ઉતારે એ જ સુખી તે સિવાયના તો આ સંસારમાં સુખી કોઈ જ નથી.
સભા : શું અણગાર પણ સુખી નહિ ?
અણગાર પણ સુખી શાથી ? કહેવું જ પડશે કે સંસાર ખસ્યો એથી. જેટલા પ્રમાણમાં સંસાર ખસ્યો તેટલા પ્રમાણમાં જ અણગાર પણ સુખી અને તેટલા પ્રમાણમાં દુઃખની મુક્તિ. બાકી સંસાર તો દુઃખમય જ છે, સંસારમાં તો સુખ છે જ નહિ. મિથ્યાત્વના ઉદયે જે બિચારા, નારકીના દુ:ખવર્ણન ૫૨ શ્રદ્ધા નથી રાખતા : તે બિચારાઓ, ‘આખોયે સંસાર દુઃખમય છે.’ આ કથન ઉપર શ્રદ્ધા ચાંથી રાખે ? જેઓને શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધા નથી તેઓની વાત તો દૂર રાખો પણ જેઓને શ્રદ્ધા છે તેઓ પણ આ વસ્તુવર્ણન સાંભળીને ઘરે યાદ ન કરે તો ? પેલા તો વાતને માનતા જ નથી માટે યાદ ન કરે એ બને પણ તમે તો માનો છો, એના હેતુને માનો છો છતાં એ હેતુમાં પાછા લહેર કરો એનું શું કારણ ? મુદ્દો એ છે કે ‘આ વસ્તુ હૈયે સ્પર્શતી નથી.' અને આ વસ્તુ ન સ્પર્શે
Jain Education International
૧૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org