________________
૧૨૬
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
જીવો ‘ઉદકચર’ કહેવાય છે અને તે પાણીમાં રહેલા પોરાઓને છેદનાર અને ડોળનાર મત્સ્ય અને કાચબા આદિ ત્રસ જીવો છે : તથા કેટલાક સ્થળમાં ઉત્પન્ન થયેલા સર્પ વગેરે પણ જળને આશ્રિત રહેનારા હોય છે અને એવાં કેટલાંક પક્ષીઓ પણ જળમાં રહેવાની વૃત્તિવાળાં હોય છે : અને બીજા આકાશગામી પક્ષીઓ હોય છે ; આ પ્રમાણે અને આ પ્રકારે રહેલા સઘળા પ્રાણીઓ, બીજા પ્રાણીઓને આહાર આદિના માટે અથવા તો મત્સર આદિથી ઉપતાપ પમાડે છે.”
આ પ્રમાણે કહ્યા પછી ટીકાકાર મહર્ષિ આ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્રના છેલ્લા અવયવની અવતરણિકા કરતાં ફરમાવે છે કે - यद्येवं ततः किमित्यत् आह -
66
જો આ પ્રમાણે છે તેથી શું ?' આ પ્રમાણેનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, એ કારણથી સૂત્રકાર પરમર્ષિ કહે છે કે
“પાસ તોÇ મદમયં"
‘પશ્ય' અવધારવ ‘હોઠે ચતુર્દશરખ્યાત્મ, ર્મવિષાત્સાશાસ્ ‘મમાં' नानागतिदुःखक्लेशविपाकात्मकमिति ।। "
“હે ભવ્ય ! તું જો-નિશ્ચિત કર કે ચૌદ રાજસ્વરૂપ લોકમાં કર્મવિપાકના યોગથી વિવિધ પ્રકારની ગતિઓમાં ઉત્પન્ન થતાં અનેક પ્રકારનાં દુઃખો અને ક્લેશોના વિપાકરૂપ મહાભય છે.”
1544
સંસારમાં સુખી કોઈ નથી :
આ સઘળું જ વર્ણન એ વસ્તુને સ્પષ્ટ કરે છે કે સંસારવર્તી પ્રાણી કોઈ એવો નથી કે જેને ક્ષણભર શાંતિ હોય. આ સંસારમાં વધુ દુઃખ તો એ છે કે બળવાન, નબળાને મારે છે અને નબળા બળવાનથી ડરે છે ઃ આથી સંસારમાં કોઈ જાતનું વાસ્તવિક સુખ નથી. ‘સંસારમાં કોઈ પણ સ્થાન વાસ્તવિક સુખમય નથી અને વાસ્તવિક સુખ દેનાર નથી.' એ ન સમજાય ત્યાં સુધી નિર્વેદ તથા વૈરાગ્ય
ન થાય.
સંસારમાં કર્મની તો પીડા છે જ ઉપરાંત કર્મના પ્રતાપે પ્રાણીઓ પણ પરસ્પર ક્લેશ પામે છે. બળવાન નબળાને મારે છે અને નબળા બળવાનથી ડરે છે, એથી મૂંઝવણ બેયને છે. સંસારની ચારે ગતિમાં કોઈ પણ ગતિમાં રહેલો જીવ વસ્તુતઃ સુખી નથી. આત્મા, આત્મા સાથે પરસ્પર લડે એ સ્થિતિમાં અંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org