________________
1425
૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય
-
95
Jain Education International
ત્યાં ગુસ્સો આવે, પણ શ્રીમાન, દરિદ્રીને શ્રીમાન બનાવવા ઇચ્છે ત્યાં ગુસ્સો કેમ જ આવે ? શેઠ, નોકરને શેઠ બનાવે એમાં વાંધો શો છે ? પણ આજ તો દરિદ્રીઓ કહે છે કે અમે દરિદ્રી અને બીજા શ્રીમાન કેમ ? એ જ રીતે સાઠ વરસના બુટ્ટાઓ કહે છે કે ‘અમને વૈરાગ્ય નહિ ને નાનાં છોકરાંઓને વૈરાગ્ય આવે છે, એથી તો અમને શરમ આવે છે.' ખરેખર, એ શરમને ઢાંકવા ખાતર કેટલાક તો વૈરાગ્યને ખોટો કહે છે અને સાધુને પ્રપંચી કહે છે, પણ એ રીતે પોતાની આબરૂને રાખવાનો પ્રયત્ન કરવો, એથી આબરૂ રહેતી નથી પણ ઊલ્ટું આબરૂનું લિલામ થાય છે. વારુ, જૈનદર્શનને માનનાર પૂર્વસંસ્કારને તો માને જ ને ? પૂર્વસંસ્કારના યોગે, જ્ઞાનીની દેશનાના યોગે, ધર્મરુચિના યોગે વૈરાગ્ય થાય, એમાં નવાઈ શી છે ?
の
વૈરાગ્ય એ તો શ્રી જૈનશાસનનો પાયો છે. જ્યાં વૈરાગ્ય જ નહિ, ત્યાં શ્રી જૈનશાસન નથી. તમારામાં પણ વૈરાગ્ય દેખાવો જોઈએ. જૈનશાસનમાં તો ડગલે ને પગલે વાતો વૈરાગ્યની જ હોય ! પણ એ તો લગભગ મૂકાઈ ગઈ. હવે કલાક-બે કલાક અમારી પાસે રહી છે એ પણ મૂકાવવી છે, તો રાખવું છે શું ? આજે જે વાયુ ચાલે છે તે બધે પેસે તો છઠ્ઠો આરો વહેલો આવે, પણ એમ બને જ નહિ. ભગવાન શ્રી મહાવીરદેવ ફરમાવી ગયા છે કે એવા વાયુમાં પણ એવા પુણ્યવાન જીવો રહેવાના જ કે જેનું એક રૂંવાડું પણ ફરકે નહિ અને ન ફરકે તો માનવું કે જૈનશાસન આવ્યું. ખરેખર, સંયમનું સુખ અસંયમમાં નથી જ. વગર કર્યો પણ ડિસમિસ !
સભા : આ તો કેવળ ચીલે ચાલવાની જ વાત થઈ !
બરાબર, ચીલે ચાલવામાં જ ડહાપણ છે. ઉન્માર્ગે તો મૂર્ખા જ ચાલે. મૂર્ખા જ કહે કે ‘અમે સીધા નહિ ચાલીએ, પણ વાંકા ચાલશે.' બાકી ડાહ્યાઓ તો એમ ન જ કહે . વળી ચીલે ચાલવામાં શરમ પણ શી ? મેઇલ બધા પાટે ચાલે કે નીચે ? નવા મેઈલે નવો માર્ગ હોય ? તો એમ હોય તો તો બેસનાર ભાગ્યે જ જીવતા ૨હે. જ્ઞાનીઓના ચીલે ચાલવામાં શરમ મૂર્ખને જ આવે, પણ ડાહ્યાને નહિ. કક્કો તમે કયો ભણો છો ? બાપ ભણ્યા હતા એ કે બીજો ? ઈંગ્લીશ ભાષા શું કામ ભણો છો ? રાજ્યભાષા છે માટે ને ! એની સાથે પાનાં પડ્યાં માટે એ ભણવી પડે છે, તો જેના આધારે મુક્તિએ જવું છે એના ચીલે ચાલવામાં શરમ શી ? વીસમી સદીનો પણ કાયદો તો સમજો કે વિદ્યાર્થીને પણ સમજ ન પડે તો
For Private & Personal Use Only
www.jainelibrary.org