________________
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -- --— 126
પ્રોફેસરને રીતસર પૂછે, પણ “આમ કેમ બોલ્યા ?' - એવું બોલવાની ઉદ્ધતાઈ ન જ કરે. ધારાશાસ્ત્રી પણ કાયદાની બારીકીઓ રજૂ કરે, પણ “આમ જજમેન્ટ લખો !” એમ ન જ કહે : અને એમ કહે તો ડિસમિસ જ થાય. એ જ રીતે શ્રી જેનશાસનના સિદ્ધાંતોને પોતાની બુદ્ધિ મુજબ ફેરવવા ઇચ્છનારા આ શાસનમાંથી વગર કર્યો પણ ડિસમિસ થયેલા જ છે.
જ્ઞાનીની દલીલોને સોળમી સદીની કહી મશ્કરી કરનારા ગયેલા વીતેલા જ છે. ન્યાયાધીશ પાસે દલીલ થાય, અરજ થાય, પણ હુકમ ન થાય. વકીલથી એમ ન જ કહેવાય કે, “તમારો પગાર થોડો અને મારે આવક વધારે છે. કારણ કે અધિકારી તો ન્યાયાધીશ જ છે. આ બધું વિચારી માર્ગમાં સ્થિર થવું જોઈએ.
આજના ઉત્પાતનો દોષ વીસમી સદીનો નથી, પણ દુર્ગતિગામી આત્માઓનો છે. પોતાની જ બુદ્ધિ મુજબ ચાલનારા એવાઓ પોતાની મેળે જ શ્રી જૈનશાસનની બહાર થયેલા છે. જેને શ્રી જૈનશાસન ન માનવું હોય તે કહી દે કે ગમતું નથી. શ્રી જિનેશ્વરદેવના કાયદા ન ગમે તે ખુશીથી રાજીનામું આપે. ધારાસભામાં પેસતાં પણ વફાદારીના સોગન લેવા પડે છે, એ રીતે જેને શ્રી જૈનશાસન માન્ય હોય તે રહે અને માન્ય ન હોય તે રાજીનામું આપે.
ઉદય ઘણામાં જ છે, એમ ન માનશો. રાજા પણ પોતાની પાસે ચુનંદાને જ રાખે. આજની સોસાયટીઓ પણ ઉદ્દેશ ઘડે છે અને કહે છે કે “જે છે તે આ છે, મરજી હોય તો માનો નહિ તો રાજીનામું આપો : નહિ આપો તો ડિસમિસ કરીશું. જ્યારે આ શાસ્ત્ર તો કહે છે કે આ કાયદા સાચા છે, સમજાવવા તૈયાર છીએ, કાં તો ખોટા સાબિત કરો, નહિ તો માનો અને ન જ માનવા હોય તો એના નામે વાત ન કરો. વાત પણ ખરી છે કે વિચારો પોતાના અને નામ મહાવીરનું એ ન જ ચાલે ! બાપ દીકરાનો કે સૌનો ? સભાઃ ચાદ્વાદ ખરો ને ?
સ્યાદાદ એટલે શું ? ઘોડા આગળ પણ જોડાય ને પાછળ પણ જોડાય, એમ ? ઘોડાને ગધેડા પણ કહેવાય એમ ? સંયમથી પણ મુક્તિ અને અસંયમથી પણ મુક્તિ, અહિંસાથી મુક્તિ અને હિંસાથી પણ મુક્તિ એમ ? એ તો સ્યાદ્વાદની મશ્કરી છે. એક વસ્તુમાં જેટલા ગુણ કે ધર્મ ઘટી શકતા હોય તે ઘટાવવા એનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org