________________
1421 - ૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય - 95 - નામ સ્યાદ્વાદ. એક આદમી બાપ, દીકરો, પતિ, બનેવી, સાળો બધું છે, પણ તેના દીકરાનો બાપ છે, કંઈ બધાનો બાપ નથી. જેની બેનનો વર છે તેનો બનેવી, પણ બધાનો નથી. આથી સમજવું જોઈએ કે સ્યાદ્વાદ એટલે “ફાવે તેમ નાચવાનું નહીં.
સભા : ધર્મની જગાએ ધર્મ તે ધર્મ અને સંસારની જગાએ કામ તે ધર્મને ?
જેમ દીકરાની અપેક્ષાએ જ બાપ અને બાપની અપેક્ષાએ જ દીકરો, તેમ વીતરાગતાની અપેક્ષા એ જ ધર્મ અને અપ્રશસ્ત રાગ આદિની અપેક્ષા એ જ અધર્મ, વસ્તુને એવી રીતે ગોઠવો કે વાંધો ન આવે. ધર્મ એ ધર્મ જ છે અને અધર્મ એ અધર્મ જ છે, એમ માનો તો જ સમ્યકત્વ ટકે. અવળું નિરૂપણ કરે એને તો આઘા કરવા જ પડે ને ?
સભા સાંભળવું નથી, કરવું નથી, અને સામે ડખો કરવો હોય તો?
શહેનશાહતની સામે યથેચ્છ બોલનારા પડ્યા હોય, તો ધર્મની સામે ન બોલે એ કેમ બને ? જે શહેનશાહત ચોવીસ કલાકમાં પાયમાલ કરી શકે, એની સામે યથેચ્છ બોલનારા પણ પડ્યા હોય છે, તો ધર્મ કે જેનું પરિણામ પરોક્ષ છે, એની સામે બોલનાર હોય એમાં નવાઈ શી ? રાજ્યના અમલદારોની ઠેકડી કરનારા પડ્યા છે અને અમલદારોને પણ કેટલીક વાર બંધ બારણે જવું પડે છે, તો ધર્મની સામે ન થાય એ કેમ બને ? જ્ઞાની પણ અહીં અજ્ઞાની !
સભા : ધર્મીને ગાળ દે, શેઈમ કરે તો ધર્મ ચિડાય ?
નિર્બળ ચિડાય, બળવાન ન ચિડાય. હાથી ગામમાં આવે તો કૂતરાં ભસે, એ એનો ધર્મ. હાથી આંખ ફેરવે તો નાસે, વળી હાથી ચાલે એટલે ભસે, પણ પાંચ હાથ દૂર રહીને ભસે. પણ કૂતરાં ભસે માટે હાથી ગામમાં ન પેસે એ બને ? કારણ કે કૂતરાં ભસવાથી એની કિંમત ઘટતી નથી, તેમ ધર્મની સામે કોઈ બોલે એથી ધર્મની કિંમત ઘટતી નથી. પૂર્વાચાર્યો પણ અનુપયોગે ભૂલ થતી
ત્યાં પગે પડીને પ્રાયશ્ચિત્ત લેતા. એ તો એવી શક્તિવાળા હતા કે નવા પંથ ઊભા કરે, પણ એ પોતાની બુદ્ધિ સ્વતંત્રપણે નહોતા દોડાવતા, પણ તત્ત્વ કેવળીને ભળાવતા. પૂર્વે પણ જેણે આગ્રહ કર્યો એને દૂર કાઢ્યા. વિદ્વત્તા કરતાં આ શાસનમાં સદ્ વસ્તુના રાગની કિંમત મોટી છે, કારણ કે સમ્યગ્દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org