________________
૧૦.
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ –– – 1428 વિનાનું જ્ઞાન એ અજ્ઞાન છે; એ જ કારણે કહેવામાં આવે છે કે “સમકિતવિણ નવ પૂરવી અજ્ઞાની કહેવાય.' કેળવણી સામે વિરોધ નથી પણ...
સભા : હાલના કેળવાયેલા કેવા?
તમે સમજી લો. કેળવણીનો નિષેધ તો અજ્ઞાની કરે. ભવોભવ અજ્ઞાની રહેવું હોય એ કરે. જેને રોટલી ખાવી હોય એ કણેક ન કેળવે એ કેમ બને ? માટીવાળા હાથથી જે કણેક કેળવે અને એ કારણે નિષેધ કરવામાં આવે, એથી તે બહાર આવીને કહે કે મને કણેક ન કેળવવા દીધી, એ કેમ ચાલે ? એ જ પ્રમાણે અમે પણ કેળવણીનો વિરોધ નથી કરતા, પણ એમાં રહેલ સ્વચ્છંદતાદિ રૂપ માટી-કાંકરાનો જ નિષેધ કરીએ છીએ. સાધુ ભણવાનો વિરોધ ન જ કરે. એ તો સુધારકોનું સાધુઓને નિંદવાનું બહાનું છે. સાધુઓ કેળવણીના વિરોધી નથી, પણ સ્વચ્છંદતા આદિના વિરોધી છે.
શ્રી ઇંદ્રભૂતિજી ચૌદ વિદ્યાના પારગામી હતા, ભગવાન શ્રી મહાવીર પરમાત્માને છોડીને એમના જેવો વિદ્વાન એ વખતે કોઈ નહોતો, તે છતાં પણ એમના જ્ઞાનને પણ, ભગવાન મળ્યા તે પહેલાંના વખત સુધી, પગથીએ ચડ્યા ત્યાં સુધી, શંકા રહી ત્યાં સુધી, અરે, પ્રભુના ચરણમાં ઝૂકી ન પડ્યા ત્યાં સુધી, શાસ્ત્ર અજ્ઞાન કહ્યું છે.
સભા : સમાજ ખાતર સમાજને ગમતી વાત સાધુ ન કહે ?
એવો સ્વચ્છંદાચારી સમાજ જોઈતો જ નથી. ટોળું ભેગું કરવાનો મોખ જ નથી. દુનિયાદારીના ધ્યેયના પૂજારી પણ જો મક્કમતાથી ધ્યેયને પાળે, તો મોક્ષના પૂજારીઓ મોક્ષના ધ્યેયને કેમ ન પાળે ? આથી સમજી શકાશે કે અમારો અણગમો કેળવણી સામે નથી, પણ જે કેળવણીથી ધર્મબુદ્ધિનો નાશ થાય, તેની સામે વિરોધ છે, અને એ તો રહેવાનો છે. જે કેળવણી આત્મસ્વરૂપને હાનિ પહોંચાડે, ધર્મભાવનાનો નાશ કરે, તે કેળવણીનો મુનિ ઉપદેશ જ ન આપે અને તેમાં ધર્મ સહાય પણ ન જ કરે, એ દીવા જેવું સત્ય છે. છતાં એની સામે ઉકાળા શા માટે ? તમે વ્યવહારમાં હો, તમારા પોઝીશન ખાતર આપવું પડે એ વાત જુદી, પણ એને ધર્મ કેમ મનાય ? સમ્યગ્દષ્ટિ આત્માની ફરજ છે કે પાપને પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org