________________
142s - ૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય - 95 – – ૧૧ અને પુણ્યને પુણ્ય માનવું અને થયેલ પાપનો પશ્ચાત્તાપ કરવો. માટે દાન ઘો તે પણ સમ્યગ્દષ્ટિને છાજતું ઘો. ઉદાર એવા બનો કે ઘરબાર તારાજ કરવું પડે તોય મૂંઝવણ ન થાય, અને મમતારહિત એવા બનો કે શરીર તજવું પડે તો પણ ન મૂંઝાઓ. શ્રાવકના ઘેરથી ભિખારી પાછો ન જ જાય ! દાન દેવાય તે મર્યાદાથી અને વિવેકથી જ ! મુનિને સ્વશ્રેય માટે નમીને દેવાય ને ભિખારીને સુખી થાઓ, એ ભાવનાથી દેવાય. શ્રાવક હો તો ભિખારીને પણ આપતાં કહેજો કે “પાપને લીધે ભિખારી થયો છે માટે હવે પાપ ન કરતો.” શ્રાવકના ઘેર આવી અધર્મી પણ ધર્મ પામી જાય. ભિખારી પણ ધર્મ પામી જાય. ધર્મીએ સાવધ રહેવાની જરૂર :
વસ્તુપાલ અને તેજપાલની ઉદારતા અનુપમ હતી. એમને મંત્રીપદ ઉપરથી ભ્રષ્ટ કરવા વિઘ્નસંતોષીઓએ પ્રયત્નો અવશ્ય કર્યા હતા. શ્રી વસ્તુપાલ તેજપાલની ઉદારતા એવી હતી કે એ ગામમાં આવેલો કોઈ ભૂખ્યો ન જાય. શ્રી વસ્તપાલની પત્ની સૌની ખબર રાખતી અને મુનિની ભક્તિ શ્રીમતી અનુપમાદેવી કરતી. આ મંત્રીઓની કીર્તિ વિરોધીઓથી સહન ન થઈ. તેઓ રાજા પાસે ગયા અને પહેલાં તો મંત્રીનાં ગુણગાન કરવા લાગ્યા. અયોગ્ય માણસો પણ જ્યારે સારા માણસ પાસેથી સ્વાર્થ સાધવો હોય ત્યારે પીઠિકા સારી બાંધે છે. શ્રી વસ્તુપાલને ત્યાંથી પોતાના માલિકને ત્યાં પણ થાળ જતા હતા. પેલા વિરોધીઓએ છેવટે કહ્યું કે મંત્રીશ્વરની ઉદારતા તો ઘણી, પણ આપને ત્યાં એંઠા-જૂઠા માલને સારા રૂપમાં ગોઠવી મોકલે છે. કાચા કાનના રાજાએ માની લીધું.
આજના સંયમવિરોધીઓ પણ એમ જ કહે છે કે સંયમ મજેનું, પણ પછી એ “પણ'માં પાંચશેરી ફૂટે છે. એ પાંચશેરી કૂટનારાને ઓળખી કાઢો. ધર્મની સામે બોલનારને બરાબર ઓળખો. વેપારી પણ જુએ કે માણસ કોનો આવ્યો છે. શાહુકારનો માણસ હોય તો ચેક ફાડે, નહિ તો ન ફાડે. લક્ષ્મીની મનમાં કિંમત છે અને ધર્મની કિંમત નથી સમજાતી, એથી ઉઠાઉગીર ફાવી જાય છે.
રાજા વેષ બદલી ત્યાં ગયા અને બેઠા. એક મુનિને વહોરાવતાં ઘીથી પાત્ર ભરાઈ ગયું. એ પાત્ર શ્રીમતી અનુપમાદેવીએ પોતાની રેશમી સાડીથી લૂછ્યું મુનિએ કહ્યું કે સામાન્ય વસ્ત્રથી લૂછવું હતું ને ? અનુપમાદેવી કહે છે કે “એવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org