________________
૧૨
–
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - --
- - 10
મારાં ભાગ્ય ક્યાંથી કે આપનું પાત્ર મારી સાડીથી લુછાય ? અમારે ખામી શી છે ? જેવા અમારા સ્વામી ઉદાર છે, તેવા એમના સ્વામી પણ ઉદાર છે. રાજા વિરધવલની અમારા પર છાયા છે. એ અમારા ધર્મકર્મમાં વિઘ્ન નથી કરતા પણ સહાય કરે છે. વિરધવળ આ સાંભળે છે અને વિચાર કરે છે કે જેની સ્ત્રીઓ પણ મારાં ગુણગાન ગાય, તે મને એઠું ન જ મોકલે. નોકરને ખબર પડી કે રાજા આવ્યા છે, કે તરત શ્રી વસ્તુપાલને ખબર આપી. રાજા છૂપા ઓછા જ રહે ? શ્રી વસ્તુપાલ રાજાને અંદર લઈ ગયા અને સન્માન કર્યું. રાજાએ કહ્યું કે વિજ્ઞસંતોષીઓથી ભોળવાયો હતો, પણ હવે સમજ્યો કે મારી ભૂલ હતી. વિજ્ઞસંતોષીઓ બધું કરે, પણ ધર્મીઓ સાવધ રહે તો કશું જ ન થાય. વાત કરનારને ઓળખો.
વ્યક્તિના પૂજારી ન બનો. પણ ગુણના પૂજારી બનો. દેવમાં વીતરાગતા, ગુરુમાં નિર્ચથતા અને ધર્મમાં ત્યાગમયતા એમ ત્રણમાં ત્રણ ગુણ હોય, તો તે પૂજ્ય અને એ ત્રણ ન હોય, તો કહો કે એ અમારા નહિ.
આ બધું ત્યારે જ બને કે જ્યારે વિવેકના અભાવરૂપ અંધતાનો વિનાશ થાય. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માઓ મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. કર્મવશ આત્માઓ એ અંધતાના યોગે અનાદિથી મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે છે એ બતાવવાનો જ આ પ્રયત્ન ચાલે છે, અને એ બતાવવાનો હેતુ ધૂનન કરાવવાનો છે. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માની શી શી દશા થાય છે, એ તો આપણે જોઈ ગયા છીએ અને મિથ્યાત્વ આદિનું સ્વરૂપ તથા તેના યોગે થતી દુર્દશા હજુ જોવાની છે અને તે હવે પછી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org