________________
૨ અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા 96
• જિનપ્રવચન એટલે શું?
• ધર્મ ગયો એટલે ડૂબો જ સમજજો ! • ભોગવે પણ આધીન ન બને :
• નિયમ કરો તો આવાય કરો ને ? • મધુલિપ્ત તલવાર :
• સ્વતંત્રવાદ માનવો છે ? આત્મા એ ભાવુક દ્રવ્ય છે :
• એ ન્યાય કયાંનો ? • પરીક્ષા થાય પણ કઈ રીતે ?
• એ ગુલામગીરી છે ? • છતી સાહ્યબીએ ત્યાગી કેમ ?
અંધશ્રદ્ધાથી બચવાનું કહેનારાઓ પોતે જ • પ્રભુશાસન કોને માટે છે ?
અંધશ્રદ્ધાળુ છે : • નમસ્કાર તારે પણ તે ક્યારે ?
• ભણેલા કે બેવકુફ? ૦ આ તે જાગૃતિ કે સન્નિપાત ? વિષયઃ સર્વવિરતિની ઈચ્છા ધરાવનારની પરીક્ષા કોણ, ક્યાં, કઈ રીર્ત કરી
શકે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તાત્વિક તફાવત. વિષયોથી વિરક્ત બન્યા વિના ધર્મ આવતો નથી. વિષય વિરક્તિ આત્મા વિરતિ લેવા પ્રયત્ન કરે ત્યારે મોહાધીન - અજ્ઞાની આત્માઓ સો વિઘ્ન પણ ઊભાં કરે. એ વિજય કઈ રીતે કરવો,વળી એ મોહાધીન આત્માઓને વિરક્તની પરીક્ષા કરવાનો અધિકાર છે કે નહિ?છે તો
ક્યાં, કેવા સંયોગમાં એ પરીક્ષા કરી શકે, એ વાત જણાવ્યા બાદ “પ્રભુશાસન એ સમ્યગ્દષ્ટિ આત્મા માટે છે' - એ વાત કરી એના અનુસંધાનમાં વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને ત્યાગમય ધર્મની ઉપાદેયતાને અનેક પ્રકારે સિદ્ધ કરતાં તારક તત્ત્વો પર અવિહડ શ્રદ્ધા કેળવવી જ જોઈએ એ કાંઈ અંધશ્રદ્ધા ન કહેવાય એ વાત સુંદર રીતે રજૂ કરી છે. દુનિયાની દૃષ્ટિએ ભણેલા ગણાતાની અભણતાના કેટલાક નાદર નમૂનાઓ પેશ કરી વિષયને સારી રીતે મજબૂત કર્યો છે.
ଏiଆd • કર્મના વિપાકોથી સાવધ રહે અને ચાલે ત્યાં સુધી એને આધીન ન થાય, એ સમ્યગ્દષ્ટિ. • સમ્યગ્દષ્ટિ આત્મા ભવિષ્યના હિતનો વિચાર કરે, પણ વર્તમાન સુખની ઇચ્છા ન કરે. • સમ્યગ્દષ્ટિએ સાચાને સાચું તથા ખોટાને ખોટું કહેવું જોઈએ. એમાં ખોટી શરમ અને ખોટી
મર્યાદા રાખવી એ મિથ્યાદૃષ્ટિપણું છે. • જેને પોતાની ભાવદયા ન આવે એ બીજાની શું કરે ? • જેને સંસાર ગમે એને શ્રી વીતરાગનું કામ શું છે ? શ્રી વીતરાગ તો જેને મુક્તિ જોઈએ તેના માટે છે. જેને નમસ્કાર કરીએ છીએ, એ આપણો તારનાર છે' - એવી ભાવનાવાળો નમસ્કાર એ જ સાચો નમસ્કાર છે. શ્રી જિનેશ્વર દેવમાં વીતરાગતા દેખાય, એ તારક લાગે, ગુરુમાં નિર્ચથતા દેખાય, ધર્મ ત્યાગમય દેખાય તો માનો, બાકી વેષમાં રહેલા ભવૈયાને તો માનવાની મનાઈ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org