________________
1691
– ૧૭ : બાહત્યાગની મહત્તા : - 111 -
-- ૨૧૩
જ થયું અને તે જવાને જ તૈયાર થયા ત્યારે “અહો ! કર્મનો વિપાક ભયંકર છે!” આ પ્રમાણેની ભાવના કરતા સૌએ, શ્રી ક્ષુલ્લકકુમારની ઉપેક્ષા કરી. સૌએ ઉપેક્ષા કરી પણ પુત્રસ્નેહથી મૂંઝાયેલી માતા, એવી ઉપેક્ષા ન કરી શકી. સંયમ મૂકીને ચાલ્યા જતા પુત્રને મુદ્રારત્ન અને કંબલરત્ન આપીને કહ્યું કે સાકેત નગરમાં પુંડરીક રાજા છે, તેને આ દેખાડજે, જેથી મુદ્રારત્નને જાણીને તે તને રાજ્યનો ભાગ આપશે.'
મોહની દશા વિચિત્ર છે. મોહમાં મૂંઝાયેલ જે ન કરે તે ઓછું છે. કલ્યાણકાંક્ષીએ મોહથી બચવું જ જોઈએ - અસ્તુ.
માતા પાસેથી મળેલી વસ્તુઓ લઈ મુનિપણું મૂકીને શ્રી ક્ષુલ્લકકુમાર, સાકેતપુરમાં ગયા. શ્રી ક્ષુલ્લકકુમારે સાકેતપુરમાં જઈને રાજાના ભવનના એક દેશમાં વાસ કર્યો. તે જ સમયે રાજાના ભવનાંગણમાં એક પ્રેક્ષણક-નાટક પ્રવર્તી રહ્યું હતું. પ્રધાનલોક ત્યાં એકત્રિત થયો હતો. હું પણ ચિરકાલથી આજે પ્રેક્ષણકના દર્શનસુખને અનુભવું' - આ ભાવનાથી શ્રી ક્ષુલ્લકકુમાર પણ એ પ્રેક્ષણક જોવાને પહોંચ્યા. એ મહાપેક્ષણક, જ્યારે બરાબર રંગે ચડ્યું ત્યારે રાત્રી થોડી બાકી રહી હતી છતાં પણ, કાંઈ ઇનામ ન પડ્યું આથી, આળસ આવવાને લઈને નટડી નિદ્રિત થવા લાગી. નટડીની નિદ્રાવસ્થાના યોગે, “રંગમાં ભંગ ન હો' એ માટે એના મદને હરનારી એની અક્કાએ, એને જાગ્રત કરવા માટે ગાયું કે
"सुङ गाइ सुतु वाइअं, सुड नच्चियं सामसुंदरि !।
અનુપાત્રિય વીર વાગો, સુમિત્તે મા પમાયણ | Ru” “હે શ્યામસુંદરી! તેં સુંદર ગાયું, સુંદર બજાવ્યું અને સુંદર નાચ્યું એની એ કરણીમાં જ લાંબી રાત્રિ પસાર કરી હવે અંતના સ્વપ્ન માત્ર સમયમાં કે
જે અવસરે ધાર્યો લાભ થવાનો છે તેમાં તે પ્રમાદને ન કર.” કમાણી વખતે પ્રમાદ ન કરવાની સૂચના કરતી અક્કાની ગીતિથી નટડી જાગ્રત થઈ ગઈ. એ ગીતિથી નટડી તો જાગૃત થઈ પણ એની સાથે બીજા પણ કેટલાયે જાગ્રત થયા. પહેલાં તો શ્રી ક્ષુલ્લકકુમાર જાગ્રત થયા અને એમણે તરત જ પોતાનું કંબલરત્ન ઇનામમાં ફેંક્યું. બીજા નંબરે જાગ્રત થયેલ “યશોભદ્ર” નામના યુવરાજે, કુંડલ ફેંક્યું. ત્રીજે નંબરે જાગ્રત થયેલ “શ્રીકાંતા' નામની સાર્થવાહીએ, પોતાનો હાર ફેંકયો. ચોથે નંબરે જાગ્રત થયેલા “જયસંધિ' નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org