________________
૨૧૪ --
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -----
- 153
મંત્રીએ કંકણ ફેંકર્યું અને પાંચમે નંબરે જાગ્રત થયેલ “કર્ણપાલ નામના રાજાના પટ્ટહસ્તીના મહાવતે રત્નનો અંકુશ ફેંક્યો. આ પ્રમાણે લાખ લાખની કિંમતવાળી એ વસ્તુઓ પડવાથી અને એ પછી રાજાદિનો પ્રસાદ થવાથી એ નાચ કરનારીને મહાલાભ થયો.
પ્રાતઃકાળમાં રાજાએ, શ્રી ક્ષુલ્લકકુમારને પ્રશ્ન કર્યો કે “હે ચેલ્લગ ! તું કેમ તુષ્ટમાન થઈ ગયો ?' આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ક્ષુલ્લકકુમારે, પોતાનો સઘળો વૃત્તાંત કહ્યો અને જણાવ્યું કે “રાજ્યનો અર્થી બનીને હું આવ્યો છું. આ પ્રમાણે જણાવીને શ્રી ક્ષુલ્લકકુમારે, પોતાની પાસેનું મુદ્રારત્ન રાજાને દેખાડ્યું. રાજાએ પણ કહ્યું કે “જો એમ છે તો ખુશીથી તું તારા હૃદયને ઇષ્ટ હોય તે મંડલને ગ્રહણ કર.” આ કથનની સામે શ્રી ક્ષુલ્લકકુમારે કહ્યું કે રાજ્ય કરીને માટે સર્યું અર્થાત્ હવે મારે રાજ્ય જોઈતું નથી : હવે તો હું, આ સ્વપ્નમાત્ર જીવનમાં સંયમનું જ અનુપાલન કરીશ.”
આ પછી રાજાના પૂછવાથી યશોભદ્ર' નામના યુવરાજે કહ્યું કે “હું પણ, રાજા બુઢો છે માટે રાજ્યને લઈ લઉં આ પ્રમાણે ચિંતવતો હતો : એટલામાં આ અક્કાએ, મને પણ વિબુદ્ધ બનાવ્યો.”
એ પછી રાજાના પૂછવાથી “શ્રીકાંતા' નામની સાર્થવાહીએ પણ કહ્યું કે “સાર્થવાહને પરદેશ ગયે ઘણો સમય થઈ ગયો તે કારણથી હવે હું અન્ય પુરુષ કરીશ આવા વિકલ્પો કરતી હતી એટલામાં એ ગીતિથી મને બોધ થયો કે આટલો સમય શીલ પાળ્યું તો હવે થોડો વખત ધીરજ ધરવી યોગ્ય છે, થોડા વખત માટે બગાડવું નહિ” આથી ઇનામમાં હાર ફેંક્યો.
આ પછી રાજાના પૂછવાથી મંત્રીએ પણ કહ્યું કે “અન્ય રાજાથી લોભાવાયેલો હું વિચારતો હતો કે “મારા સ્વામીનો ઘાત કરું કે નહિ ?” એટલામાં જ આનાથી હું બોધ પામ્યો કે આ રીતનો વિશ્વાસઘાત છેલ્લી જિંદગીમાં કરવો એ મારા માટે યોગ્ય નથી.”
એ પછી રાજાના પૂછવાથી “કર્ણપાલ' નામના મહાવતે પણ જણાવ્યું કે દુશ્મન રાજાએ, ઘણું દ્રવ્ય આપીને મારી પાસે પટ્ટહસ્તીની માગણી કરી હતી અથવા તો પટ્ટહસ્તીને મારી નાખવા જણાવ્યું હતું : “આ સ્થિતિમાં મારે શું કરવું ?' આ વિચારથી હું કર્તવ્યમૂઢ બની ગયો હતો એટલામાં આ ગીતિથી મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org