________________
1ess
-
- ૧૭ : બાપત્યાગની મહત્તા ઃ - 111
– ૨૧૫
બોધ થયો કે આખી જિંદગીમાં સાચવેલી વફાદારી જિંદગીના પાછલા ભાગમાં ન ગુમાવવી : માટે મેં અંકુશનું દાન આપ્યું.'
યુવરાજ આદિની વાતો સાંભળીને રાજા વિસ્મય પામી ગયો અને વિસ્મય પામેલા રાજાએ સૌને કહ્યું કે “તમે સઘળા જ નિર્દોષ છો માટે હવે તમારા હૃદયને જે ઇષ્ટ લાગે તે કરો.” સુંદર દેશના આપનારા વચનથી બોધ પામેલ એ સૌએ, શ્રી ક્ષુલ્લકકુમારની પાસે દીક્ષા અંગીકાર કરી. શ્રી ક્ષુલ્લકકુમાર પણ તે સૌની સાથે પોતાના ગુરુદેવ પાસે પાછો આવ્યો. ગુરુમહારાજાએ પણ “આ તેં, તારા કુળને અનુરૂપ કર્યું છે' એમ કહીને પ્રશંસા કરી. એ પછી શ્રી લુલ્લકકુમારે, ગુરુની સેવામાં રહીને અને સંયમને પાળીને પોતાનું કાર્ય સાધી લીધું.
આ રીતે દાક્ષિણ્યતાથી પાળેલું પણ સંયમ, પરિણામે સુખને આપનારું થયું ? આથી સિદ્ધ છે કે “સુંદરનું પરિણામ સુંદર જ હોય.' શુદ્ધ સંસ્કાર અને સંસર્ગનો પ્રતાપ :
શુદ્ધ સંસ્કાર અને સંસર્ગનો એ પ્રતાપ છે કે એનાથી યોગ્ય આત્મા અવશ્ય સુધરે. કોઈપણ જાતની ખોટી લાલસા વિના મહાપુરુષોની શરમે અડતાલીસ વર્ષ સંયમ પાળ્યું તો આ પરિણામ આવ્યું. જિંદગી સુધી શાહુકારી રાખનારને દેવાળું કાઢતાં જરૂર શરમ આવે પણ વાત વાતમાં દેવાળું કાઢે એને શરમ આવે? નહિ જ. માટે ખોટી લાલસા વિનાની શરમ પણ ગુણકારી છે. એવી શરમથી નીતિ પાળે એ સારો કે ખોટો ? એવી આંખશરમે ચોરી ન કરે એ સારો કે ખોટો ? એવી આંખ શરમે જુઠું ન બોલે એ સારો કે ખોટો ? કહેવું જ પડશે કે સારો, તો પછી મહાપુરુષની છાયાથી, પ્રેમથી, વગર સમજે પણ સંયમ પાળે એમાં ખોટું શું છે ?
બાળકને તો ધારો તેવા બનાવાય. જેવું શિક્ષણ આપો એવા એ થાય એ તો અનુભવ છે ને ! જો હા, તો શુદ્ધ સંસ્કાર સીંચો અને શુદ્ધ સંસર્ગમાં મૂકો તો જરૂર બાળકો સુધરશે. કર્મોદય જેમ વ્યવહારમાં નડે તેમ અહીં પણ નડે અને કર્મોદયથી જ કોઈ પડે એથી મૂંઝાવાનું ન હોય. વાત એ કે પાડવાની કે પડવાની બુદ્ધિએ સારી કાર્યવાહી ન થાય. છોકરાને ખવરાવતાં, પીવરાવતાં, પહેરાવતાં, ઓઢાડતાં પણ મરે તો કંઈ ઉપાય ખરો ? એ જ રીતે સંયમ પાળવાનાં સઘળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org