________________
૨૧૭ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1 સાધનો આપ્યા છતાં પણ પડે તો ભાવિ. એમાં ગભરાવાનું શું? જેને અયોગ્ય સંસર્ગ થયા નથી એના પરિણામમાં પતનનો સંભવ ઘણો જ ઓછો છે.
સાધુને અમુક વસ્તુ ખાવાનું મન થાય અને તમને મન થાય એમાં ફેર ખરો. કે નહિ? સાધુ તો આત્માને કહે કે, પામર ! અહીં આવ્યો છતાં લાલસા છૂટતી નથી ?' અને તમે તો તરત નોકરને લેવા મોકલો. આટલો ફેર છે અને એ ફેરમાં કામ થાય છે. નહિ જેવા નિયમોથી, વ્રતોથી, પ્રતિજ્ઞાથી કેટલાયે આત્માઓ તરી ગયા, કેટલાયના જાન બચ્યા. મહાવ્રતો, નિયમો હાથમાં આવે, સુસંસ્કાર મળે તો પડવાનો ભય લગભગ નથી. સો ટકા તો ન કહેવાય પણ લગભગ નથી એમ જરૂર કહેવાય. વેદના ઉદય સુધી અને મોહની સત્તા સુધી પડવાનો સંભવ છે પણ એ સંભવ માની આરાધના કરતાં અને કરાવતાં ન જ અટકવું જોઈએ. આરાધનાને લાયક શુદ્ધ સંસ્કાર અને શુદ્ધ સંસર્ગ આત્માને ભયંકર દોષોમાંથી બચાવી લે છે, એ નિઃસંશય છે. પડેલાને કે પડતાને ઉન્નત કરવો એ જ ધર્મ:
આથી સ્પષ્ટ જ છે કે પહેલા કે પડતાને ઉન્નત કરવા એ જ ધર્મ છે. બાકી પાપના યોગે વેપાર કરતાં કોઈ વાર ખોટ પણ આવે પણ એથી પેઢી ઓછી જ ઉઠાવાય ? નિસરણીથી કોઈ પડે એટલા માટે નિસરણી ઓછી જ ઉખેડી નંખાય ? એમ ન જ બને તો પણ આ લોકોનો તો, આજે એવી જ જાતનો ઘોંઘાટ છે. માટે વિવેકી માત્ર સમજવું જોઈએ કે, “સંસાર તો ખાડો છે જ.' એમાં ખદબદતાઓનો તો એ ગુણ છે કે “ઉપરના પડે અને નીચે આવે તો રાજી થાય, પણ આપણો ગુણ એ નથી. આપણો તો ધર્મ પડેલા કે પડતાને ઉન્નત કરવાનો જ છે.” આવું સમજનાર તો પડનારને પણ પૂછે છે કે “કેવી મજા હતી એ તો કહે, તું પડ્યો એ તો ખોટું થયું પણ તને ચડવાની ટેવ પડી છે એ સારું છે, માટે ચડવું હોય તો હજુ પણ ટેકો આપવાને અમે તૈયાર છીએ, માટે ચડાય તો ચડ.
આજના અજ્ઞાનીઓ તો એવા છે કે પહેલા જ હોવા છતાં તંગડી ઊંચી રાખનારા છે. જાણે પોતે ન ચડ્યા એમાં બહાદુરી ન કરી હોય એમ માનનારા એ છે. એટલે એમ જ કહે કે, “અમે તો ચડવાની ના જ પાડીએ છીએ ! ચડ્યા તો જ પડ્યાને !” જ્યારે શાણાઓ તો એમ જ કહે કે “કર્મના ઉદયે પડ્યા, પણ એ ચડ્યા હતા અને એમને ચડતાં આવડે છે માટે એ સારા છે, અમે તો હજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org