________________
૧૭ : બાહ્યત્યાગની મહત્તા ઃ - 111
ચડ્યા જ નથી અને ચડતાં પણ આવડતું નથી. એવા શાણા આત્માઓ, એ પડનારને પણ કહે કે ‘આપને ચડવાની ટેવ છે માટે ચડવું હોય તો હજુ પણ પધારો, અમે ટેકો આપીએ.' સમ્યગ્દષ્ટિનો આ ગુણ છે.
1635
કોઈ પડે એમાં સમ્યગ્દષ્ટિ આશ્ચર્ય ન પામે. પડવું એ તો સંસારનો ગુણ છે. આ સંસારમાં ચડવું એ આશ્ચર્ય છે પણ પડવું એ આશ્ચર્ય નથી. શાણાઓએ તો કોઈ ચડે એ જ આશ્ચર્ય માનવું જોઈએ ત્યારે આજે તો પડે એમાં આશ્ચર્ય થાય છે અને ચડે ત્યાં ઘોંઘાટ થાય છે. આમ શાથી ? તો કહેવું જ પડશે કે જ્યાં જવું છે ત્યાંની મહત્તા સમજાઈ નથી એથી.
૨૧૭
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલાને તો, કોઈ ત્યાગી બને તો આનંદ જ થાય અને ચડેલો પડે તો પોતાના હાથે એને ટેકો આપવાનું જ મન થાય. આ ગુણ કેળવો, અવશ્ય કેળવવા જેવો છે, કારણ કે એ ધર્મ છે. વેપાર કરતાં છોકરો ખોઈને આવે તો બહાર ન કાઢી મુકાય, દાગીના વેચીને પણ ખોટ ચુકવાય. એ બધા વ્યવહાર અહીં ઘટાવોને ! બજારમાં કોઈ દેવાળું કાઢે એ સાંભળીને શાહુકાર વેપારી તો તૈયાર થાય અને બને તો પડતાને ટેકો આપીને પણ બચાવે.
વિપરીત ભાવનાનું પરિણામ :
સભા : અત્યારે તો વ્યવહારમાં પણ એ નથી ! પડતાને ધક્કો મારનાર જ ઘણા છે !
એનું કારણ એ છે કે ‘ભાવના ફરી ગઈ છે.' ધર્મ જાય એટલે શુદ્ધ વ્યવહાર પણ જાય જ. પડતાને ટેકો આપનારની સંખ્યા ઓછી છે, એનું કારણ એ જ છે કે ભાવના વિપરીત થઈ ગઈ છે, નહિ તો કોઈને ચડતો જોઈને ઇર્ષ્યા આવે જ કેમ ? કોઈને ચડતો નહિ જોઈ શકનારાઓની એવી દુર્દશા છે કે તેઓ, કોઈને દાતાર જોઈને બીજું નહિ કહેવાય તો એટલું તો જરૂર કહેશે જ કે, ‘બેસને ! હું બધું એનું જાણું છું, વાતમાં માલ નથી, કોણ પારકી નિંદા કરે !’
શ્રી દશાર્ણભદ્રે, ભક્તિથી સામૈયું કર્યું : પણ એમના મનમાં એ આવ્યું કે કોઈએ ન કર્યું હોય તેવું કરું એટલે શ્રી સુધર્મા ઇંદ્રને થયું કે ત્રણ લોકના નાથના ભક્તો, આના કરતાં કેટલાય ગણી ભક્તિ કરે એવા આ જગતમાં છે એ બતાવું તો ખરું જ : આથી શ્રી સુધર્મા ઇંદ્ર પણ ઠાઠથી આવ્યા : એને જોઈને શ્રી દશાર્ણભદ્રને થયું કે ‘કયાં આ અને કાં હું !’ પણ ‘મારી ધારણા, આણે ધૂળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org