________________
૨૧૮ --
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯
-
1698
મેળવી' એમ તો ન જ થયું. ઊલટું “કોઈએ ન કર્યું હોય તેવું કરવું' એવી જે મનની પ્રતિજ્ઞા, તે પૂરી કરવાનું શ્રી દશાર્ણભદ્રને મન થયું. આ પરિણામ વિપરીત ભાવનાના અભાવનું છે. વિપરીત ભાવનાના યોગે આજે મનના નિયમો પણ ઢોલ જેવા પોલા.
શુદ્ધ ભાવનાના ઉપાસક શ્રી દશાર્ણભદ્રના હાથમાં એક બાજી હતી અને એનો એમણે તરત જ અમલ કર્યો. એ બાજી બીજી કોઈ નહિ પણ દીક્ષિત થવાની અને તરત જ તે દીક્ષિત થયા. એમણે દીક્ષા લીધી કે તરત જ સુધર્મા પણ હાથી ઉપરથી ઊતર્યા અને પગમાં પડ્યા તથા કહ્યું કે “રાજનું! તું જીત્યો અને હું હાર્યો.” શુદ્ધ ભાવનાના પ્રતાપે, એ આત્માઓને સાધુને વાંદતાં શરમ નહોતી આવતી : પણ વિપરીત ભાવનાના પ્રતાપે આજે તો “નાનાને વંદાય કેમ ?' એવી મૂંઝવણ કેટલાકને ઊભી થઈ છે.
અંસખ્યાતા દેવોના સ્વામી શ્રી સુધર્મા ઇંદ્રને, શ્રી દશાર્ણભદ્રને નમતાં શરમ ન આવી. ગુણના રાગી એવા તે, ગુણ હોય ત્યાં તરત ઝૂકી પડતા. આજે તો કેટલાક સાઠ વરસના અને પોષા-પડિક્કમણાં કરનારા કહે છે કે નાનાને વંદાય કેમ? વિધિ એ છે કે એક દિવસના સાધુને પણ સાઠ વરસના પોષા-પડિક્કમણાં કરનારાએ પણ વાંદવા જ જોઈએ.” બેદરકારી અને મોટાઈથી ન વાંદે તો એના પોષા-પડિક્કમણાં પણ ખોટાં છે. વર્ષો સુધી નોકરી કરનારા જૂનામાં જૂના અનુભવી અને સાઠ સિત્તેર વર્ષની ઉંમરના ઑફિસરને પણ, એકવીસ વર્ષના ગવર્નરને સલામ ભરવી જ પડે એ કાયદો જ. યોગ્યતા પામે એને નમવું જ પડે. ‘આટલાં વર્ષો સુધી નોકરી કરી, ખુરશીઓ ભાંગી તો તને કેમ નમીએ ?' એમ કહે તો તો ડિસમિસ જ થાય. વ્યવહારની આ વાતોને સમજનારા પણ વિપરીત ભાવનાના પરિણામે આવી ધર્મની વાતો નથી જ સમજી શકતા. જરૂરી વિચારના અભાવનું પરિણામ :
ગુણવાનને મોટા પણ નમે' - એ ગુણની હયાતીથી જ ભિખારીનો જીવ પણ સંપ્રતિ રાજા થયો. જેને કોઈ ઓટલે ઊભું રહેવા ન દે એની જ ઉત્તમ સારવાર થવા લાગી અને સુખી લોકો પણ એની પગચંપી કરવા લાગ્યા ત્યારે એ ભિખારીના આત્માને પણ થયું કે “જરૂર આમાં (સંયમમાં) મહાપ્રભાવ છે, આમાં કાંઈક છે.” આ અવ્યક્ત સામાયિકના યોગે એ સંપ્રતિ રાજા થયા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org