________________
1ST
- ૧૭ : બાહાત્યાગની મહત્તા : – 111
-
જન્મતાં જ રાજ્યગાદી પામ્યા. સવા કરોડ જિનબિંબ ભરાવ્યાં અને સવા લાખ જિનમંદિર બંધાવી પૃથ્વીને જિનમંદિરથી મંડિત કરી, તથા અનાર્ય દેશમાં પણ ધર્મનો પ્રચાર ક્યો. એ બધું “આમાં કાંઈક છે' એ થયું એટલાથી જ થયું, તો પછી આમાં સર્વસ્વ મનાય અને આરાધાય તો શું ન પમાય !
જૈનસમાજ તો પૂર્વસંસ્કારને માને છે, શ્રી અતિમુક્તકને નવમે વર્ષે કેવળજ્ઞાન માને છે. આ બધું માનનાર જૈનોને “આઠ વર્ષમાં વૈરાગ્ય કેમ થાય ?' એ પ્રશ્ન હોય જ નહિ. નવમે વર્ષે કેવળ થાય એ માનનારને, પૂર્વની આરાધનાના યોગે લઘુવયમાં વૈરાગ્ય આવવા માટે પ્રશ્ન હોય જ નહિ.
જાતિસ્મરણજ્ઞાન તો આજે પણ મોજૂદ છે, છતાં કેમ થતું નથી ? ઉત્તમ ચીજોનો વિચાર કરવાનું ભૂલી ગયા માટે જ નથી થતું. મૂર્તિને દેખીને, મુનિને દેખીને, ધર્મનાં સાધનો દેખીને કલાકો સુધી વિચારો કરવામાં આવતા પણ આજે તો વિચારોને જ જલાંજલિ આપી દીધી છે. પા અરધો કલાક મંદિરમાં જાય; એમાં સ્નાન, પૂજા અને “ઇચ્છામિ ખમાસમણથી જૈન જયતિ શાસન, તથા અપ્પાણે વોસિરામિ' સુધી ફટ ફટ બોલી જાય અને ઘંટ વગાડી બહાર નીકળાય, બોલવામાં ઝટપટ જાણે ફોનોગ્રાફની ચૂડી. જરા પણ વિચારવાનું રાખ્યું જ નથી.
પ્રભુની મૂર્તિ સામે બેસી એકવાર પણ વિચાર કર્યો ? સ્તવન તો મોટો રાગ કાઢીને બોલો છો કે “નરક નિગોદમાં હું ભમ્યો !' પણ કંઈ વિચાર થાય છે ? સ્તવનમાં બધો પોતાનો ઇતિહાસ ગાય પણ ગાઈને બહાર નીકળ્યા પછી કોઈ પૂછે કે “શું સમજ્યા?' તો કહે કે “કોણ જાણે ગુજરાતી ભાષાનાં સ્તવનો પણ ખોટાં બોલે, સાચાં ન બોલી શકે એનું કારણ કે વિચારવાનું રાખ્યું જ નથી. વિચારવાનું રાખ્યું હોય તો સાથીઓ કાઢતાં પણ કામ થઈ જાય, સાથીઓ એટલે રમકડું બમકડું છે? સાથીઓ શા માટે ? સાથીઓ ચાર ગતિને નિવારવા માટે છે, એમાં તમારી ગતિ પણ આવે કે નહિ ? બધી ક્રિયામાં મનન થાય; તો ધાર્યું થાય,પણ જરૂરી વિચાર જ ન હોય ત્યાં શું થાય ?
વિચારના અભાવે જ આજે આરાધનામાં અનેક ખોટી ડખલગીરીઓ ઊભી કરવામાં આવે છે અન્યથા નાની વયમાં વૈરાગ્ય આવે, માબાપ પોતે સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org