________________
૨૧૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
-
1es
માતા સાધ્વીએ પણ, શ્રી ક્ષુલ્લકકુમારને ઘણી રીતે સમજાવ્યા છતાં પણ ન સમજ્યા, ત્યારે તે ઉપકારી સાધ્વી માતાએ શ્રી ક્ષુલ્લકકુમારને કહ્યું કે
“પુત્ર ! તેં, તારી પોતાની ઇચ્છાથી બાર વરસ સુધી શ્રમણપણું પાળ્યું છે : તો હવે મારા વચનથી, તું બાર વરસ સુધી સાધુપણાનું પાલન કર.”
આવા પ્રકારના માતાના વચનથી શ્રી ક્ષુલ્લકકુમાર બાર વરસ સુધી સાધુપણામાં રહ્યા. આ બાર વરસ પોતાની ઇચ્છાથી નહિ પણ પોતાની માતાના વચનપાલન ખાતર જ રહ્યા છે. માતાના વચન મુજબ બાર વર્ષ પૂરાં થયાં એટલે ફરી માતા પાસે તે રજા માગવા ગયા ત્યારે માતા સાધ્વીએ કહ્યું કે “મારી માતા જેવી પ્રવર્તિનીને પૂછ.' પોતાની માતાના આ કથનથી, મર્યાદાશીલ શ્રી ક્ષુલ્લકકુમાર, પોતાનાં માતા સાધ્વીની પ્રવર્તિની પાસે ગયા અને ઘેર જવા માટેની આજ્ઞા માગી. પ્રવર્તિનીએ પણ, “અશુભ માટે કાલહરણ એ જ ઉપાય છે' એ માનીને બાર વરસ રહેવાનું કહ્યું. શ્રી ક્ષુલ્લકકુમાર, પ્રવર્તિનીના કહેવાથી પણ બાર વરસ રહ્યા પણ બાર વરસ પૂર્ણ થયા પછી પ્રવર્તિની પાસે રજા માગી. એ રજાના ઉત્તરમાં શ્રીમતી પ્રવર્તિનીએ, આચાર્ય મહારાજાની રજા લેવાનું કહ્યું. મર્યાદાશીલ શ્રી ક્ષુલ્લકકુમાર, શ્રી આચાર્યમહારાજા પાસે રજા લેવા ગયા. શ્રી આચાર્ય મહારાજાએ પણ બાર વરસ રહેવાનું કહ્યું. એ બાર વરસ પણ પૂર્ણ કરીને રજા માગવા ગયેલા શ્રી ક્ષુલ્લકકુમારને શ્રી આચાર્ય મહારાજાએ શ્રી ઉપાધ્યાય મહારાજાની રજા લેવાનું કહ્યું, શ્રી આચાર્ય મહારાજાની આજ્ઞા મુજબ શ્રી ક્ષુલ્લકકુમાર શ્રી ઉપાધ્યાયજી મહારાજા પાસે પણ ગયા અને રજા માગી. શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ પણ આજ્ઞા લેવા આવેલા શ્રી ક્ષુલ્લકકુમારને બાર વરસ રહેવાનું કહ્યું. શ્રી ક્ષુલ્લકકુમાર, શ્રી ઉપાધ્યાયજી મહારાજાના કહેવાથી પણ બાર વરસ સુધી રહ્યા. આ રીતે ભાવના વિના જ માત્ર વડીલોના કહેવાથી શ્રી ક્ષુલ્લકકુમાર, અડતાલીસ વર્ષ સુધી સંયમ પાળ્યું. પડતાને બચાવવાની જ્ઞાનીઓએ કેટલી કાળજી કરી છે એ વિચારો. મુદત પણ નાનીસૂની નહિ પણ બાર-બાર વર્ષની. એ આત્મા પણ એવા લાયક કે મર્યાદા પાળતા તથા ઉપકારી અને વડીલના વચનને માનતા.
જ્ઞાની એમ માનતા કે કર્મોદયે પાપનો વિચાર આવે, એ વખતે યોગ્ય રીતે સમજાવી મુદત નંખાય તો એ વિચાર શમે. આ રીતે અડતાલીસ અડતાલીસ વરસ રાખવા છતાં પણ શ્રી ક્ષુલ્લકકુમારના જવાના પરિણામમાં પરિવર્તન ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org