________________
120
–
- ૧૭ : બાહાત્યાગની મહત્તા : - 111
–
- ૨૧૧
સભા : સાધુપણાની ક્રિયા જ એવી છે.
ઊનું પાણી પીવું, લોચ કરવા, બે ટંક પ્રતિક્રમણ, બે વખત પડિલેહણ, દેવવંદન, ગુરુવંદન, વૈરાગ્યની વાતો અને શાસ્ત્રોનો અભ્યાસ વગેરે ક્રિયાઓ સાધુને ચાલુ જ હોય, એટલે એને વિષયની ચળ આવે જ નહિ. વખતે તીવ્ર કર્મોદયે થાય તો તે પ્રસંગે શાસ્ત્ર ભણાવાય, ઉપદેશ અપાય, એમાં બધી વિધિ છે કે “આમ થાય તો આમ કરવું અને આમ થાય તો આમ કરવું.” વેપારીને ત્યાં કેટલી કળા હોય છે ! એ પ્રમાણે બધું કર્યા છતાં પણ તીવ્ર કર્મોદયે કદાચ કોઈ પડે તો પણ એ આત્માને એનો સુંદર અભ્યાસ, એની સુંદર ક્રિયાઓ અને ઉત્તમ દશામાં થયેલો ઉત્તમ આત્માઓનો સંસર્ગ સુંદરમાં સુંદર લાભ આપ્યા વિના નહિ જ રહે. આથી, પડવાથી ચેતતા રહેવું પણ પડવાથી ગભરાઈને ચડવાનું માંડી વાળવું નહિ. બાલ્યકાળથી જ ચડાવવાની વિધિ બાંધવાનો જ્ઞાનીઓનો હેતુ પણ એ જ છે કે “પ્રાણીમાત્ર પાપથી બચે.” સુંદરનું પરિણામ સુંદર : ક્ષુલ્લકકુમાર :
પરિણામપૂર્વકનું સુંદર જીવન, આત્માને લાભ આપે એમાં તો મતભેદ છે જ નહિ : પણ શાસ્ત્રના જ્ઞાતાઓ તો ફરમાવે છે કે “પરિણામ વિના પણ પાળેલું સુંદર જીવન આત્માને અનુપમ લાભ આપનારું નીવડે છે અને એ માટે “શ્રી ક્ષુલ્લકકુમાર'નું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. એથી સુનિશ્ચિત છે કે “સુંદરનું પરિણામ સુંદર જ હોય.” શ્રી ક્ષુલ્લકકુમારે, અડતાલીસ વરસ સુધી ઇચ્છા વિના જ સંયમ પાળ્યું છે અને તે એમને ફળ્યું છે એ વાત એ દૃષ્ટાંત ઉપરથી સમજાય છે.
શ્રી ક્ષુલ્લકકુમાર, સગર્ભાવસ્થામાં જ દીક્ષિત થયેલ રાજરાણીનો પુત્ર છે. એનું પાલન શય્યાતરીએ કર્યું છે. લક્ષણયુક્ત એવા એ ક્ષુલ્લકકુમારનું પાલન આઠ વરસ સુધી શય્યાતરીએ કર્યું. શ્રી ક્ષુલ્લકકુમાર, આઠ વરસની ઉંમરના થયા ત્યારે શ્રી અજિતસેનસૂરિજી મહારાજાએ, તેને દીક્ષા આપી. શ્રી ક્ષુલ્લકકુમારે શ્રમણપણાનું પાલન બાર વરસ સુધી કર્યું. તે પછી કોઈ એક દિવસે, વસંત સમયે વિવિધ પ્રકારની ક્રીડાઓને કરતા યુવાન વર્ગને જોઈને તેમનું મન સંયમના પરિણામથી પતિત થયું. એ વાત તેમણે સાથેના સાધુને જણાવી. સાથેના સાધુએ, સમજાવવા છતાં પણ જ્યારે શ્રી ક્ષુલ્લકકુમાર ન સમજ્યા ત્યારે તે સાથેના સાધુએ, તે વાત શ્રી ક્ષુલ્લકકુમારની માતા કે જે સાધ્વી હતાં તેમને જણાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org