________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬
શ્રાવકનું કુળ જેટલું ઊંચું એટલા પ્રમાણમાં તો ઉચ્ચતા જોઈએ ને ! જૈનકુળમાં અમુક અમુક સંસ્કારો તો હોય જ. અમુક ચીજ ન ખવાય, ન પીવાય, એ તો હોય જ.
૨૧૦
જૈનના ઘરમાં શ્રી જિનેશ્વરદેવની નાનામાં નાની મૂર્તિ તો હોય જ. આજે તો છે તેને પણ ઉઠાવવાની ફિકરમાં જ ઘણા પડ્યા છે. ઘરમાં જિનમંદિર અને પૌષધશાળા હોય તો બાળકો વગર કહ્યે અને વગર શીખવાડ્યે એ બધું કરત. જે માબાપ પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કરે, વ્યાખ્યાન સાંભળે એના દીકરા કેવા થાય ! ‘આ આમ અને આ તેમ' એ ખટપટ તો મોટા કરે, બાકી નાનાં બચ્ચાં તો જુએ તેવું કરે. એ તો આંગળીએ વળગે. જેવું શીખવો તેવું શીખે. ભાણામાં બેઠા પછી બાપ જે ચીજ કાઢે તે બાળક પણ કાઢે, બાળકમાં એ ગુણ કે ‘જુએ એવું કરે.' મોટો થાય અને મૂછના અંકુરા ફૂટે ત્યારે ‘આ આમ કેમ અને આમ કેમ નહિ ?' એ બધા ચાળા કરે. એ વખત આવે એ પહેલાં તો સંસ્કાર એવા મજબૂત સીંચો તો એવું થાય જ નહિ. એ દશા આણવા માટે જૈનજીવનની ઝળકને ઝળહળતી રાખો.
162
પાપથી બચાવવો, એ જ એક હેતુ :
બાળકમાં બહુ યોગ્યતા છે. શાસ્ત્રે દીક્ષા માટે આઠ વર્ષની વયની પસંદગી કરી એમાં પણ યોગ્યતા જ હેતુ છે. એ વયમાં સ્થપાયેલા સંસ્કાર કોઈ ભૂંસવા માર્ગ તોય એકદમ ન ભૂંસાય. યોગ્યતા જે શાસ્ત્ર કહી તે તો બધી જ વયમાં જોવાની. એ યોગ્યતા ન હોય તો તો આઠ વર્ષનોયે નકામો અને અઠ્ઠાવીસ વર્ષનો પણ નકામો. વિષય એ ખસ જેવા છે. ખસને જેમ ખણો તેમ વધે. એ જ રીતે જેમ સંયોગો મળે તેમ વિષયો વધે. જો ન ખણાય તો ખસ, ખસના રૂપમાં બહાર ન આવે : નાની વયમાં (બાલ્યવયમાં) વિષયની ચળ જન્મી જ નથી હોતી ત્યારથી જ એ ચળ ન જન્મે એવી ક્રિયા કરાવવાનો શાસ્ત્રકારનો હેતુ એક જ છે અને તે માત્ર પાપથી બચાવવાનો જ. કદાચ કર્મયોગે જન્મે તો, તે તે પ્રસંગે શું શું કરવું એનું શિક્ષણ પણ શાસ્ત્ર આપ્યું છે. જમીન એવી ખેડાય કે ચળ આવે જ નહિ. ખસ ન થાય એ માટે તમે સાબુથી રોજ નહાઓ છો ને ! આત્મા પ૨ વિષયક્રિયાનો મળ ન લાગુ થાય, ફોલ્લા પડે તેવું લોહી ન બગડે, રસી ન થાય માટે આ સંયમાદિ ક્રિયા પણ સાબુ જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org