________________
૧૭ : બાઠાત્યાગની મહત્તા : - 111
પ્લેગ થાય તો તમે બંગલે તાળાં મારીને ચાલ્યા જાઓને ! મિલકત મૂકીને પણ તમે જાતપ્રેમીઓ જરૂર ચાલ્યા જાઓ. વૉરંટ આવે તો તરત ગાડીમાં બેસો. જાતની આપત્તિ ટાળવા માટે બધું કરો, બંગલો વગેરે પણ છોડો. એ જ રીતે શાસનસેવાના પ્રસંગે બંગલો વગેરે છૂટવું જોઈએ. આ સ્થિતિ એકેએક જૈનમાં હોવી જોઈએ. નાના-મોટામાં, સ્ત્રી-પુરુષમાં એમ દરેક જૈનમાં આ સ્થિતિ જોઈએ. આ સ્થિતિ દરેકમાં આવે તો આજે ચોથો આરો. પ્રભુશાસન જેના હૈયામાં વસે એને પાંચમો આરો કરે પણ શું ? આજે આપત્તિ છે ક્યાં ? આપત્તિ તો પૂર્વે હતી. પૂર્વે તો મુનિઓને ઘાણીમાં ઘાલીને પીલ્યા હતા. એવી આપત્તિમાં પણ સાધુઓએ તથા શ્રાવકોએ ધર્મને અખંડ સાચવ્યો છે. આજે જિંદગી થોડી છે અને સાધનો ઘણાં છે છતાં ન સધાય તો એ સૂચવે છે કે જાત કરતાં ધર્મ પહેલો મનાયો નથી માટે નિશ્ચિત કરો કે ‘જૈનને જાત પહેલી કે ધર્મ પહેલો ?’
1627
જૈનકુળમાં જૈનજીવનની ઝળક કેમ ન હોય ?
શ્રી જિનેશ્વ૨દેવની મૂર્તિ દેખીને જૈનની રોમરાજી કેમ ખડી ન થાય ? પૂજા કર્યા વિના જૈનને ખાવું જ કેમ ભાવે ? કેટલાક કહે છે કે ‘પ્રભુ પાસે ઊભું કેમ રહેવાય એ પણ અમને નથી આવડતું.' સૂત્ર બોલતાં ન આવડે, ચૈત્યવંદન ન આવડે, બીજી વિધિ ન આવડે એ બને, પણ ઊભું રહેતાં તથા નમતાં પણ ન આવડે એ કેમ બને ? પ્રભુને ત્રણ લોકના નાથ માન્યા એટલે આપોઆપ હાથ જોડાઈ જાય અને માથું નમી જાય. ગમે તેવો વઢવાડીઓ હોય તો પણ કોર્ટમાં જાય એટલે ચૂપ. ચૂપ થવાનું એને કોણે કહ્યું ? એ પ્રશ્ન જ ન હોય, કારણ કે ‘ત્યાં બોલે તો પોલીસ મારે' એમ એ જાણે છે; તો પછી શ્રી જિનેશ્વરના મંદિરમાં ઊભું કેમ રહેવાય એ કેમ ભણાવવું પડે ? શેઠની આગળ, સાહેબની આગળ ઊભું રહેતાં આવડે અને શ્રી જિનેશ્વરદેવ તથા એ તારકના નિગ્રંથ સાધુઓ પાસે ઊભું રહેતાં ન આવડે એ શું ? આથી જ હું કહું છું કે જૈનકુળમાંથી જૈનજીવનની અસ૨ પણ ઊડતી જાય છે, અન્યથા ‘જૈનકુળમાં જૈનજીવનની ઝળક કેમ ન હોય ?'
સભા : સાહેબ ! શેઠ અને સાહેબ પાસે તો સ્વાર્થ છે ને !
૨૦૯
અરે, ત્યાં તો સ્વાર્થ સરે ત્યારે સરે, વખતે ધપ્પો પણ પડે અને જુત્તાં પણ ખાવાં પડે. શ્રી જિનેશ્વરદેવને નમવામાં સ્વાર્થ નથી સરતો એવી માન્યતા જો શ્રાવકના મોંથી નીકળે તો એ શ્રાવકના કુળો માટે પણ શંકા થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org