________________
૨૦૮
------ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ---
--
1628
માનવામાં આવે છે એને જ લઈને છે. પણ એ જ આત્માઓ, જો એ પૌલિક વસ્તુઓના સ્વરૂપને અને પ્રભુશાસનના સ્વરૂપને સમજે તો પરિણામ જરૂર સુંદર જ આવે. એ લોકો, “જેમ પૌલિક વસ્તુઓના આધારે ઉદય માને છે ? તેમ જો પ્રભુશાસનના આધારે જ ઉદય માનતા થાય તો તે લોકો, પ્રભુશાસનને માટે શું ન કરે? કહેવું જ પડશે કે સઘળું જ કરે. આથી જ હું કહું છું કે “સ્વરૂપ સમજાય તો સઘળું જ આવે.” જેનને, જાત પહેલી કે ધર્મ પહેલો ?
હવે વિચારો કે “જૈન કોણ ?” કહેવું જ પડશે કે કારણસર પૌદ્ગલિક સંયોગો તજે નહિ એ બને પણ પ્રસંગ આવે તજતાં અચકાય પણ નહિ એ. કદી સાધુપણું લેવા એ તૈયાર ન હોય એ બને, ત્યાં કર્મોદય, આસક્તિ વગેરે નડે એ માન્યું પણ જે ધર્મનો એ સેવક છે તેની રક્ષા માટે અવસરે ઘર છોડતાં પણ એને આંચકો ન લાગે. તમે પણ, જે બધું કરી રહ્યા છો એ જાત માટે ને ? બંગલામાં બેઠા હો અને બંગલો સળગવાની ખબર મળે તો બેસી રહો કે કૂદી પડો ? બંગલો બળે છે માટે કેમ જિવાય ?” એમ બોલો છો ? નથી બોલતા, કેમ કે જાતની કિંમત બંગલાથી વધારે છે. એમ સમ્યગ્દષ્ટિને, જાત કરતાં પણ પ્રભુશાસનની કિંમત વધારે લાગે પણ આજે, બધા જ સંસ્કાર ફરી ગયા છે એની આ દુર્દશા છે : અન્યથા શુદ્ધ કુલાચાર પ્રત્યે પણ ઉપેક્ષા કેમ થાય ?
માતા, છોકરાને સોના જેવી ચીજ આપે પણ અભક્ષ્ય માગે તો તે કહી જ દે કે “એ તો ન આપું.” માનો હેત શો ? બાળકને સારી રીતે જિવાડવાનો; પણ એ બને કયારે ? બાળકના આત્મા પ્રત્યે પ્રેમ હોય તો ને ? આ તો બાળકના શરીર ઉપર પ્રેમ છે. આત્મા ઉપર કયાં છે ? એથી જ, બાળકનું શરીર માંદું પડે તો માને આંસુ આવે છે : પણ બાળક, અનીતિ કે પાપ કરીને આવે ત્યારે કેટલી માની આંખમાં આંસુ આવે છે ? પણ જ્યાં પોતાના જ આત્મા ઉપર એવો પ્રેમ ન હોય એને પારકા આત્મા પર એવો પ્રેમ આવે ક્યાંથી ? તમે સાધુ થવા તૈયાર ન હો તો બહુ દુઃખ ન થાય પણ પ્રભુના માર્ગની રક્ષા ખાતર, એવા પ્રસંગે, તમારી પાસે જે હોય તે છોડવા પણ તૈયાર ન થાઓ તો જરૂર દુઃખ થાય. શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્માઓ, સંયમ નહોતા લઈ શક્યા એ ખરું છે પણ અવસર આવ્યું તેઓ પોતાના સર્વસ્વની પણ પરવા કરનારા નહોતા. નહિ તજનારાએ પણ, તજવાના સમયે જરા પણ ચિંતા નથી કરી : કારણ કે એવા આત્માનો એ ગુણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org